Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અર્થવ્યવસ્થા ખુલ્લી મૂકી ભારતે વિકાસ કર્યો, મોદી સફળતાપૂર્વક કામ કરે છે : ટ્રમ્પ

- ટ્રમ્પે મોદી અને ભારતના ૧૯૯૧ના પગલાના વખાણ કર્યા

- ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી, મોદીએ લોકોને નજીક લાવવા માટે કામ કર્યું : અમેરિકી પ્રમુખ

દનાંગ (વીયેતનામ), તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ એશિયાના દેશોની મુલાકાતે છે, આ દરમિયાન તેઓએ  ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો હતો.

વીયેતનામમાં યોજાયેલી એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (એપીઇસી)માં બોલતી વેળાએ ટ્રમ્પે ભારતનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારત સ્વતંત્રતાના ૭૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ભારત દુનિયાની સૌથી મોટી ઇકોનોમી છે. જ્યારથી ભારતે ખુલી અર્થવ્યવસ્થાને અપનાવી છે ત્યારથી તેને સારો વિકાસ પ્રાપ્ત થયો છે. અને નવી નવી તકો પણ ઉભી કરી છે.

નોંધનીય છે કે ૧૯૯૧માં વડા પ્રધાન નરસિમ્હા રાવ અને નાણા પ્રધાન મનમોહનસિંહે મળીને દેશના અર્થતંત્રને વેગ આપવા માટે અનેક મહત્વના પગલા લીધા હતા જેમાં અર્થતંત્રને ખુલ્લુ મુકવાનો પણ સમાવેશ થાય છે.

ટ્રમ્પે આ સમયગાળાને અને વર્તમાન મોદી સરકારના વખાણ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી ઘણી જ સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. તેઓએ લોકોને નજીક લાવવામાં પણ મોદીએ સારુ યોગદાન આપ્યું છે. મોદીના વખાણ કરતા ટ્રમ્પના આ વીડિયોને કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલે શેર કર્યો હતો.

Post Comments