Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક સમયે મેક્સિકો સીટી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતુ

- ઓડ-ઈવન મેક્સિકોની રાજધાનીમાં સૌ પહેલા 1984માં લાગુ કરવામાં આવ્યુ હતુ

નવી દિલ્હી, તા. 10 નવેમ્બર 2017 શુક્રવાર

દેશની રાજધાની દિલ્હી પ્રદૂષણના સંકટમાંથી પસાર થઈ રહી છે. હવામાં ભેળવાઈ રહેલુ ઝેર આપણા ફેફસામાં વગર ઈચ્છાએ પહોંચી રહ્યુ છે. આપણે ઈચ્છવા છતાં પણ કંઈ નથી કરી શકતા. કોર્ટ, એનજીટી અને માનવાધિકારી આયોગની ફટકાર બાદ સરકારે કેટલાક પગલા ઉઠાવ્યા છે.

નિર્માણ કાર્યો પર રોક લાગેલી છે. ટ્રકોની શહેરમાં એન્ટ્રી બેન કરી દેવાઈ છે. ઓડ-ઈવન લાગુ કરવાની વાત કહેવામાં આવી રહી છે.

સરકાર દ્વારા ઉઠાવેલા હવામાં સતત ભેળવાતા ઝેરને ઓછુ કરવામાં કેટલા કારગર સાબિત થશે એતો સમય જ બતાવશે પરંતુ દુનિયાના કેટલાક એવા દેશો છે જ્યાં લોકોએ એવી મુશ્કેલીનો સામનો કર્યો છે. વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્રએ મેક્સિકો સિટીને દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કર્યુ છે. પરંતુ ગત 25 વર્ષોમાં આ હવાની ગુણવત્તામાં ઘણી પ્રગતિ થઈ છે.

ભારતમાં મેક્સિકોની મેલ્બા પ્રિઆએ જણાવ્યુ કે તે કોઈ પ્રકારે આ દિવસો નવી દિલ્હીમાં તેવી જ રીતે વાતાવરણમાંથી પસાર થઈ રહ્યા છે. જેનો સામનો તેમણે તે વર્ષે 1990 અને તેની આસપાસ પોતાના શહેર મેક્સિકો સિટીમાં કર્યુ હતુ. મેલ્બા પ્રિઆએ જણાવ્યુ કે કેવી રીતે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરે પોતાને આ સંકટથી બહાર નીકળ્યુ છે.

મેલ્બાએ પોતાના એક લેખમાં લખ્યુ કે મેક્સિકોની રાજધાની મેક્સિકો સિટી એક ખીણમાં આવેલ છે. જે ઝેરીલી હવાથી બચવા માટે અઘરુ બનાવી દે છે. 1990ના દશકના શરૂઆતના દિવસોમાં મેક્સિકો સિટીના રહેવાસીઓને પહેલી વાર પ્રદૂષણના કારણે થનાર તબાહીની સીમા વિશે જાણ હતી. ત્યારથી જ સ્થાનીય સરકારે પ્રદૂષણથી લડવા માટે યુદ્ધસ્તર પર કેટલાક પ્રકારનો અનિવાર્ય ઉપાય કર્યા છે.

- શહેરની દરેક કારમાં catalytic કન્વર્ટર્સ લગાવાયા. આ કનવર્ટર વાહનના એન્જિનથી નીકળવાવાળી ઝેરીલી ગેસને કનવર્ટ કરીને બહાર નીકીળે છે.

- દર 6 મહિનામાં કાર ઉત્સર્જનનું સત્યાપન અનિવાર્ય કરાયુ છે.

- પબ્લિક ટ્રાન્સપોર્ટને અને વધારે સારુ બનાવાયુ, મેટ્રો લાઈનોનો વિસ્તાર થયો

- મેટ્રોબસ નામનું બસ ટ્રાજિટ પ્રોગ્રામ ચલાવાયુ છે

- માર્ગ પર વાહનોની ભીડને ઓછી કરવા માટે 'હો ના સર્કુલો' મોટા પાયે કાર માટે એક દિવસ વિના નામનું અભિયાન ચલાવ્યુ

- ચાર જુદી-જુદી શ્રેણીઓમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે અધિકારીઓએ ક્રિયાઓમાં નિર્ધારિત કર્યુ, જેમાં ભલામણો, પરિવહન, સેવાઓ અને ઉદ્યોગ સામેલ હતા.

- સ્કુલો અને સરકારી સંસ્થાઓને આઉટડોર એક્ટિવિટી ઓછી કરવા માટે કહેવામાં આવ્યુ

- કેટલાક વાહનો પર સવારે 5 વાગે રાત્રે 10 વાગ્યા સુધી ચાલવામાં પ્રતિબંધ લગાવાયુ

- કેટલાક પ્રકારે ઉદ્યોગ ધંધાને સીમિત કરી દેવાયા, જ્યા સુધી પ્રદૂષણનું સ્તર ઓછુ ના થાય

- મેક્સિકો સિટી સરકારે તાજેતરમાં જ સી 20 સમૂહમાં 12 અન્ય શહેરોની સાથે એક સમાધાન પર હસ્તાક્ષર કર્યા. 2025 સુધી માત્ર શૂન્ય ઉત્સર્જન બસોની ખરીદી અને આ સુનિશ્ચિત કરવા માટે શહેર 2030 સુધી જીવાશ્મ ઈંધણ મુક્ત છે.

અહીં તમને એક જાણકારી એ પણ આપે છે કે ઓડ-ઈવન ફોર્મયુલા મેક્સિકોની રાજધાનીમાં સૌથી પહેલા 1984માં લાગુ કરવામાં આવ્યુ હતુ. જે 1993 સુધી ચાલ્યુ. આનું પાલન ન કરનાર બે હજાર રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધીનો દંડ લગાવાયો.

યોજના લાગુ કર્યા બાદ તરત જ પ્રદૂષણમાં 11 ટકાની અછત આવી. પરંતુ લોકોએ ઓડ અને ઈવન બંને રજિસ્ટ્રેશન નંબરની કારો ખરીદવાની શરૂ કરી દીધી છે. જેમાં રસ્તા પર કારોની સંખ્યા વધી ગઈ છે. જ્યારે કારોની સંખ્યા વધે તો પ્રદૂષણના સ્તરમાં 13 ટકાનો વધારો થાય.

પરિસ્થિતિ એટલા ખરાબ છે કે સંયુક્ત રાષ્ટ્રએ મેક્સિકો સિટીને 1992 માં દુનિયાનો સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરાયુ. જે બાદ અધિકારીઓએ આ ફોર્મુલા રદ કરવુ પડયુ.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments