Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેરિસના એરપોર્ટ પર સૈનિકનું હથિયાર છીનવવાની કોશિશ કરતા શખ્સને ઠાર મરાયો

- પેટ્રોલિંગ કરી રહેલા ગાર્ડ ઉપર હુમલો કર્યો

- ગયા મહિને પેરિસના લુવ્ર મ્યુઝિયમ ખાતે આવી જ ઘટના બની હતી

પેરિસ, તા. 18 માર્ચ 2018, શનિવાર

પેરિસના ઓરલી એરપોર્ટ ઉપર એક સંદિગ્ધને સુરક્ષા ગાર્ડ દ્વારા ઠાર મારવામાં આવ્યા બાદ પૂરા એરપોર્ટને તકેદારીના પગલારૂપે ખાલી કરાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર સંદિગ્ધે એરપોર્ટ પર પેટ્રોલિંગ કરી રહેલા એક સુરક્ષા ગાર્ડ પાસેથી ગન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો જેના પછી સુરક્ષા ગાર્ડે તેને ત્યાં જ ઠાર માર્યો.

સત્તાવાળાઓએ મુલાકાતીઓને વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. સુરક્ષા વાહનોએ સમગ્ર એરપોર્ટને ઘેરી લીધું હતું અને સુરક્ષા દળોએ તપાસ આદરી હતી. ફ્રાન્સના રક્ષામંત્રી જિન ઇવ્સ લી ડ્રિયને કહ્યું હતું કે હુમલાખોરે પેટ્રોલિંગ કરી રહેલી ત્રણ સૈનિકોની ટુકડીમાં રહેલી મહિલા સૈનિક ઉપર હુમલો કર્યો હતો. બાકીના બે સૈનિકોએ તેની રક્ષા કરવા હુમલાખોરને ઠાર માર્યો હતો. ફ્રાન્સના ગૃહમંત્રીએ કહ્યું હતું કે ઠાર મરાયેલો સંદિગ્ધ એ જ શખ્સ હતો જે સવારે પેરિસના પરા વિસ્તારમાંથી કાર હાઇજેક કરીને ભાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ફ્રાન્સના વિખ્યાત લુવ્ર મ્યુઝિયમ ખાતે આવો જ બનાવ બન્યો હતો જેમાં ઇજિપ્તનાં એક શખ્સે સુરક્ષા કરી રહેલાં જવાન ઉપર હુમલો કર્યો હતો જેને ઠાર મારવામાં આવ્યો હતો.

Post Comments