Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લંડનમાં ચાલી રહેલા પ્રત્યાર્પણના કેસમાં માલ્યાને બે એપ્રિલ સુધી જામીન

- ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિને રાહત મળી

- બચાવ પક્ષ પોતાની દલીલો પૂર્ણ કરી ન શક્તા સુનાવણી અનિશ્ચિત

જજે મુંબઇની આર્થર રોડ  જેલના બેરેક નં.૧૨માં હવા-ઉજાસ અને મેડિકલ સુવિધાની વિગતો માગી
(પીટીઆઇ) લંડન, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

બચાવ પક્ષની દલીલો સાંભળ્યા પછી બ્રિટનના જજે પ્રત્યાર્પણ કેસમાં માલ્યાને બે એપ્રિલ સુધી જામીન આપી દીધા છે. લંડનમાં પ્રત્યાર્પણ કેસની સુનાવણી ચોથી ડિસેમ્બરથી ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે માલ્યા માર્ચ, ૨૦૧૬થી ભારતમાંથી ભાગી જઇને લંડનમાં વસવાટ કરી રહ્યાં છે. સ્કોટલેન્ડ યાર્ડે એપ્રિલ, ૨૦૧૭માં માલ્યાની ધરપકડ કરી હતી. જો કે ૬,૫૦,૦૦૦ના બોન્ડ ભર્યા પછી માલ્યાને જામીન મળી ગયા હતાં.

બચાવ પક્ષ પોતાની દલીલો પૂર્ણ ન કરી શકતા આ સુનાવણી અનિર્ણિત રહી હતી. જેના પગલે માલ્યાને બે એપ્રિલ સુધી રાહત મળી ગઇ છે. એવું માનવામાં આવતું હતું કે આ સુનાવણી અંતિમ રહેશે પણ આવું થયું નહીં.  જજે મુંબઇના આર્થર રોડ પર આવેલી સેન્ટ્રલ જેલના બેરક નં.૧૨માં કુદરતી પ્રકાશ અને મેડિકલ સુવિધા અંગે વધુ સ્પષ્ટીકરણ માગ્યું છે.

બચાવ પક્ષ પોતાની દલીલો પૂર્ણ કરશે ત્યારબાદ આગામી સુનાવણીમાં ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ(સીપીએસ) પોતાનું વલણ રજૂ કરશે. આગામી સુનાવણીની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી પણ આગામી ત્રણ સપ્તાહમાં સુનાવણી થાય તેવી શક્યતા છે.

ન્યાયમૂર્તિ એમ્મા અર્બુથનોટ પુરાવાઓની સમીક્ષા કર્યા પછી અંતિમ સુનાવણીની તારીખ નક્કી કરશે. તે નિર્ણય લેશે કે શું માલ્યા સામે કાયદાકીય કાર્યવાહી કરવા ભારત સરકારને સુપ્રત કરવા જોઇએ કે નહીં? આ કેસ કિંગફિશર એરલાઇન્સની બાકી લોન સાથે સંકળાયેલો છે. આ એરલાઇન્સ હવે બંધ થઇ ચૂકી છે. કોર્ટે રજૂ કરાયેલા પુરાવા અંગે બંને પક્ષકારોને પોતાના નિવેદનો રજૂ કરવા જણાવ્યું છે.

Post Comments