Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનમાં લેન્ડરોવર ખામીયુક્ત એરબેગવાળી ૮૯૫૦ કાર પરત ખેંચશે

- ગ્રાહકો પાસેથી વધારાનો કોઈપણ ચાર્જ લીધા વિના તે એરબેગ ક્રમશઃ બદલી અપાશે

બૈજીંગ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

વૈભવી કાર બનાવતી કંપની જગુઆર લેન્ડ રોવર ચીનમાંથી તેમની ૮૯૫૦ કાર તે મોટરની સેફિટ માટેની એરબેગમાં ખામી જણાતા તેને પરત મંગાવશે તેમ ઉત્પાદનોની ગુણવત્તા ચકાસનારી એક રાષ્ટ્રીય સંસ્થાએ માહિતી આપી હતી. લેન્ડ રોવરની ચીન શાખાના 'ક્વોલિટી સુપરવિઝન' ઈન્સ્પેકશન અને ક્વારન્ટાઈન વિભાગે આ બાબતે તાકિદ કર્યા બાદ તે કારના જથ્થાને પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કંપનીના નિર્ણય અનુસાર ૧૯મી જાન્યુઆરીથી કંપની તેમની મોટરોને ક્રમશઃ પરત ખેંચવાનું ચાલુ કરશે અને તેમણે વેચેલી કુલ ૮૯૫૨ કારના જથ્થામાં આ ખામિયુક્ત એરબેગ હોવાથી તબક્કાવાર તેને તરત ખેંચી લેવાશે. આ કાર ૧૯ જૂન ૨૦૧૨થી ૧ ઓક્ટોબર ૨૦૧૩ વચ્ચે ઉત્પાદિત થઈ હતી.

જગુઆર એક્સ-એફ નામની આ મોટરો ૨૦૧૩માં આયાત થઈ હતી. તેમ વહિવટી તંત્રે માહિતી આપી હતી. તેની ખામીની ટેકનીકલ માહિતી આપતા એક નિવેદનમાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, એરબેગને ફુલાવનારા ગેસ જનરેટર, એરબેગ ફુલી રહી હોય ત્યારે તુટી જવાની શક્યતા રહે છે. તેના કારણે એરબેગ પુરી ફુલી શકતી નથી અને મુસાફરને ઈજા થવાની શક્યતા રહે છે.

Post Comments