Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દમાસ્કસમાં પોલીસ મથક પર ISના આત્મઘાતીઓનો હુમલો: બેનાં મોત

- માર્ચ ૨૦૧૧થી અત્યાર સુધીમાં ૩૩૦૦૦૦ લોકો હિંસામાં માર્યા ગયા હતા: અહેવાલ

(પીટીઆઇ) દમાસ્કસ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

સીરિયાના પાટનગર દમાસ્કસમાં મુખ્ય પોલીસ મથક પાસે ત્રણ આત્મઘાતીઓએ જાતને ફુંકી મારી હતી જેમાં ઓછામાં ઓછા બે જણા માર્યા ગયા હતા. ટેલીગ્રામ સંદેશા મારફતે IS એ આ હુમલાની જવાબદારી લીધી હતી.

આત્મઘાતીઓ દ્વારા પાટનગરને જ લક્ષ્ય બનાવીને કરવામાં આવેલો આ બીજો હુમલો હતો. યુધ્ધગ્રસ્ત દેશના પાટનગરમાં ભયંકર હિંસા આચરવામાં આવી રહી છે. સરકારી સમાચાર સંસ્થા સનાએ આંતરિક બાબતોના મંત્રીને ટાંકીને કહ્યું હતું કે માર્યા ગયેલા બન્ને પોલીસ અધિકારીઓ હતા.

પાટનગર દમાસ્કસમાં મુખ્ય  વિસ્તાર ખાલીદ બિન વલીદ ખાતે આવેલા પોલીસ વડા મથકે બે આત્મઘાતીઓએ જાતને ફુંકી મારી હતી, એમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.' આતંકીઓએ પોલીસ વડા મથકને ફુંકા મારવાનો પ્રયાસ કર્ય હતો. પરંતુ ગાર્ડો તેમની પર ગોળીબાર કરતાં તેઓ ોફિસમાં પ્રવેશે તે પહેલાં તેમણે ત્યાં પોતાની જાતને ફુંકી મારી હતી'એમ નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું.

ઇમારતની પાછળ ભાગી ગયેલા ત્રીજા આતંકીને પોલીસે ઘેરી લેતાં એણે પણ પોતાની જાતને ફુંકી મારી હતી. મંત્રાલય કહ્યું હતું કે બે જણા માર્યા ગયા હતા અને  બે બાળકો સહિત છ જણા ઘાયલ થયા હતા. બ્રિટનસ્થિત ઓબઝર્વેટરીએ કહ્યું હતું કે  હુમલામાં પાંચ જણા માર્યા ગયા હતા જેમાં આતંકીઓનો સમાવેશ થતો નહતો. દમાસ્કસના પોલીસ વડાએ કહ્યું હતું કે અમારા એક કર્મીએ આતંકીને અંદર પ્રવેશતા અટકાવ્યો હતો, પરિણામે એણે ત્યાં પોતાની જાતને ઉડાડી દીધી હતી.

Post Comments