Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પ ટીમે H-1B વિઝાના નિયમો કડક કરવાની તૈયારી કરી

- નવા પ્રમુખ દ્વારા નિયુક્ત એટર્ની જનરલ જેફ સેશનની કબૂલાત

- નિયમો કડક થવાથી સૌથી વધુ નુકસાન ભારતીય આઈટી પ્રોફેશનલ્સને થશે

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 12 જાન્યુઆરી, 2017, ગુરૂવાર
 
અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-વનબી વિઝાનો દુરુપયોગ ટાળવા કાયદાકીય ફેરફારો કરવામાં આવશે. જોકે, અમેરિકન પ્રમુખના ચૂંટણી પ્રચારમાં પણ ટ્રમ્પ આ વાત કહી જ ચૂક્યા હતા. એટર્ની જનરલના હોદ્દા માટે ખાસ નોમિનેટ કરાયેલા જેફ સેશને અમેરિકન સાંસદોને આ અંગે વાકેફ કર્યા છે.  
 
આ વિઝાના નિયમોમાં ફેરફાર કરાતા ભારતીય વિદ્યાર્થીઓને જ સૌથી વધારે નુકસાન થશે. હાલ અમેરિકામાં જે લોકો કામ કરે છે તેમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી શક્યતા છે. સેનેટર જેફ સેશને એટર્ની જનરલના હોદ્દે પોતાની નિયુક્તિ દરમિાયન થઈ રહેલી કાર્યવાહી વખતે મીડિયાકર્મીઓને કહ્યું હતું કે, એવું કહેવું બિલકુલ ખોટું છે કે, આપણે સંપૂર્ણ રીતે ખુલ્લી દુનિયામાં રહીએ છીએ.
 
એટલે કોઈ ઓછા પૈસે કામ કરવા તૈયાર હોય તો અમેરિકનના બદલે કોઈ વિદેશીને પણ નોકરી આપવામાં કશું ખોટું નથી. દરેક દેશની કોઈ મર્યાદા હોય છે, એવી રીતે અમેરિકાની પણ છે. આપણા નાગરિકો માટે પણ આપણી અમુક જવાબદારીઓ છે. સેશનની વાત સાથે રિપબ્લિક જ નહીં, અનેક ડેમોક્રેટ સેનેટરો પણ સહમત છે.
 
હાલ અમેરિકામાં અનેક યુવાનો પાસે નોકરી નહીં હોવા માટે એચ વનબી વિઝાને જવાબદાર ઠેરવવામાં આવે છે. કારણ કે, આ જ વિઝાના આધારે વિદેશીઓ ઓછા પગારે કામ કરવા તૈયાર થઈ જાય છે અને અમેરિકન યુવાનોને ભોગવવાનું આવે છે. આ વિઝામાં નિયમો કડક કરવાથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સને સૌથી વધારે નુકસાન જશે. 
 
H-1B, L1 વિઝા મુદ્દે ભારત ટ્રમ્પ સરકાર સાથે વાતચીત કરશે
નવી દિલ્હી, તા. ૧૨
ભારતીયોને અસરકર્તા એચ-૧બી અને એલ-૧ વિઝા પર નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આકરા નિયમો લાદવાની તૈયારીમાં છે. અમેરિકા જઈને કામ કરતા ઈચ્છતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે આ વિઝા ખૂબ મહત્ત્વના સાબિત થયા છે. તેમાં મોટાપાયે ફેરફારના સંકેત ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે ત્યારે એ મુદ્દે ભારત સરકારે ટ્રમ્પના એડમિનિસ્ટ્રેેશન સાથે વાતચીત કરશે. અગાઉ ભારતે આ મુદ્દો ઓબામા સરકારે સાથે ઉઠાવ્યો હતો. તેનો ફાયદો થયો હતો. હવે ટ્રમ્પ સત્તા સંભાળશે એટલે તરત જ ભારત આ મુદ્દો ટ્રમ્પ સમક્ષ ઉઠાવશે. તે અંગેની જાણકારી કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના રાજ્યકક્ષાના મંત્રી નિર્મલા સિતારામને એક નિવેદનમાં આપી હતી.
 

Post Comments