Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રમ્પના પ્રવેશબંધીના હુકમ વિરુદ્ધના ચુકાદો બદલ અદાલત સ્પષ્ટતા કરે

- સાત દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધી મુદ્દે ચડસાચડસી

- અમારો હુકમ સમજવામાં હવાઇ અદાલત થાપ ખાઇ ગઇ છે : વ્હાઇટ હાઉસ

(પીટીઆઈ) હોનોલુલુ, તા. 19 માર્ચ, 2017, રવિવાર

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવેશબંધીના હુકમ વિરુદ્ધ ચુકાદો આપવા બદલ વ્હાઇટ હાઉસે હવાઇની ફેડરલ કોર્ટના ન્યાયાધીશને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. હવાઇ ફેડરલ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ ડેરિક વૉટ્સને ટ્રમ્પના સાત મુસ્લિમ દેશોના નાગરિકોની પ્રવેશબંધી મુદ્દે વિસ્તૃત સ્પષ્ટતા કરવી પડશે.

આ ચુકાદો દર્શાવે છે કે વ્હાઇટ હાઉસના હુકમને સમજવામાં અદાલત થાપ ખાઇ ગઇ છે. વૉટસને ૪૩ પાનાનો ચુકાદો આપીને જણાવ્યું હતું કે, ચોક્કસ સમાજના લોકો પ્રત્યે કિન્નાખોરી રાખવી એ ગેરબંધારણીય છે.

યુએસ સ્ટેટ જે છ દેશ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે એ તમામમાં ૯૦.૭થી ૯૯.૮ ટકા વસતી મુસ્લિમ છે. આ દેશોને લક્ષ્યાંક બનાવવાનો અર્થ એ છે કે, મુસ્લિમોને નિશાન બનાવવા. એટલે જ સરકાર તરીકે આવો નિર્ણય લેવો અયોગ્ય છે એ વાતમાં કોઈ શંકા નથી.

આ ચુકાદામાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, જો આ પ્રકારના હુકમનો અમલ કરાશે તો હવાઇ જેવા અનેક શહેરો આર્થિક કટોકટીનો સામનો કરશે. કારણ કે, આમ કરવાથી અમેરિકા આવતા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓનો પ્રવાહ ઘણો ઘટી જશે.

Post Comments