Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વમાં ફિનલેન્ડના લોકો સૌથી વધુ મોબાઇલ ડેટા યૂઝ કરે છે

- પ્રતિ સિમકાર્ડ ૯ જીબી ડેટા સાથે

- ફિનલેન્ડના પરિવારોમાં ફૂરસદની પળો મોબાઇલ પર વધુ વિતે છે

દક્ષિણ કોરિયા ૪.૫ જીબી સાથે દુનિયામાં બીજા નંબરનો દેશ 
હેલસિંકી, તા. 18 માર્ચ, 2017, શનિવાર
 
ભારતમાં મોબાઇલ ક્રાંતિ થયા પછી નવી જનરેશન સ્માર્ટફોનમાં ગળાડૂબ રહે છે પરંતુ ફિનલેન્ડમાં તો મોબાઇલ ડેટાનો વપરાશ મોટી સમસ્યા જેવો બની ગયો છે.પાટનગર હેલસિંકીમાં સવારે ઓફિસ  જવા માટે રાહ જોઇ રહેલા લોકો બસ સ્ટોપ તથા રેલવે જંકશન મોબાઇલમાં મશગૂલ રહેતા હોવાથી કોઇ પણ પ્રકારનો કોલાહલ જોવા મળતો નથી.ઘણા સ્થળે નીચું મો કરીને મોબાઇલ મચેડયા કરતા લોકો એક બીજા સાથે વાત પણ કરતા નથી.આ નજારો ફિનલેન્ડ દેશમાં સાવ કોમન થઇ ગયો છે.ફિનલેન્ડમાં મોબાઇલ કલ્ચર દુનિયાના કોઇ પણ દેશ કરતા વધુ વિક્સ્યું છે.
 
સ્વીડનની એક ટેલીકોમ કંપનીએ યુરોપ અને એશિયાના ૩૨ દેશોના મોબાઇલ ડેટા વપરાશનો સર્વે કર્યો છે.તેમાં જણાવ્યા મુજબ વિશ્વમાં ફિનલેન્ડના લોકો સૌથી વધુ ડેટા યુઝ કરે છે.આંકડાઓ મુજબ  ફિનલેન્ડમાં પ્રતિ સિમ ૯ જીબી મોબાઇલ ડેટા ખર્ચ થાય છે.જયારે દક્ષિણ કોરિયામાં બીજા ક્રમાંક સાથે સરેરાશ ૪.૫ જીબીનો પ્રતિ સીમ વપરાશ ધરાવે છે.
 
આમ મોબાઇલના ડેટા યૂઝ કરવામાં ફિનલેન્ડ કોરિયાથી બમણું આગળ છે.જુન ૨૦૧૬માં તો ફિનલેન્ડનો સીમદિઠ વપરાશ ૯ જીબી કરતા પણ વધુ હતો.મોબાઇલ ડેટાનો સૌથી વધુ વપરાશ સાંજે થાય છે. યુવાનો ન્યૂઝ અને વીડીયો જોવા માટે સતત ઓનલાઇન હોય છે.સંતાનોના પગલે માતા પિતા પણ મોબાઇલ ડેટા પાછળ વધુ પૈસા અને સમય ખર્ચ કરવા લાગ્યા છે.
 
ફિનલેન્ડના પરીવારોમાં ફૂરસદની પળો મોબાઇલ સાથે વધુ વિતી રહી છે.મોબાઇલના આ વળગણ સામે લોકોને જાગુ્રત કરવા એક વિડિયોમાં દર્શાવવામાં આવી રહયો છે. જેમાં બાળકને ફિડિંગ આપતી મહિલા મોબાઇલના ડેટામાં એટલી વ્યસ્ત રહે છે કે કાગડો બાળકને ચાંચ મારવા આવ્યો તેનો પણ ખ્યાલ રહયો નહી.
 
મોબાઇલ અંગેની અવરેેનેસ અંગેના આ વિડીયોમાં મહિલાઓને અપરાધી જેવી દર્શાવવામાં આવી હોવાનું માનીનેે ઘણાએ ટીકા પણ કરી છે.જો કે સરકારનો હેતુ આ દ્વારા મોબાઇલના લાપરવાહીથી ભરેલા વપરાશ સામે ધ્યાન ખેંચવાનો છે.

Post Comments