Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બલોચિસ્તાનમાં પોલીસ વાહન પર આત્મઘાતી હુમલો, અધિકારી સહિત ત્રણનાં મૃત્યુ

- પાક.માં અવિરત આતંકવાદી હુમલાનો દોર

- પોલીસ કાફલા પર તાલીબાનોએ હુમલો કર્યાની શંકા : ૧૧ ઘાયલ, તમામની સ્થિતિ ગંભીર

(પીટીઆઈ) કરાંચી, તા. 10 જુલાઇ, 2017, સોમવાર

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન વિસ્તારમાં એક આત્મઘાતી હુમલામાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા છે જ્યારે અન્ય ૧૧ ઘાયલ થયા છે. તેમની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે. હુમલાખોરે પોલીસ વાહન પર આત્મઘાતી હુમલો કર્યો હતો.

જોકે પ્રથમ આ હુમલો 'ઈમ્પ્રુવાઈઝ્ડ અકેસ્ટલોસીવ ડીવાઈસ'થી કરાયાનું જાહેર થયું હતું. પણ પછીથી તે હુમલો આત્મઘાતી હોવાનું જણાવાયું હતું. હુમલો અફઘાન સરહદ નજીકના શહેર સ્પિન બોલ્દક નજીક આવેલા બલોચ શહેર ચમન સીટીમાં આ વિસ્ફોટ થયો હતો.

જિલ્લા પોલીસ અધિકારી કિલા અબ્દુલ્લા સાજીદ મોહમ્મદ આ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘવાયા હતા. તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ હુમલામાં નજીકથી પસાર થતા બે નાગરિકો પણ માર્યા ગયા હતા.

હોસ્પિટલમાં કટોકટી જાહેર કરી દેવાઈ હતી. તો ઘટના સ્થળે સુરક્ષા દળ અને રાહત ટીમ મોકલી દેવાઈ હતી. ગૃહપ્રધાન ચૌધરી નિસાર તેમજ બલુચિસ્તાનના ગૃહ પ્રધાન મિર સરફરાઝ અહેમદ બુગ્તિએ આ હુમલાને વખોડયો હતો.

નિસારે ઘટનાની તપાસનો અહેવાલ મંગાવ્યો છે. બલુચિસ્તાનનું અફઘાન સરહદે આવેલું ચમન શહેર ખુબજ સંવદેનશીલ શહેર ગણાય છે. કેમકે તે અફઘાનિસ્તાનના અશાંત વિસ્તાર કંદહારની સરહદે આવેલું છે.

Post Comments