Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિએરા લિયોનની ખાણમાંથી એક પાદરીને ૭૦૬ કેરેટનો હીરો મળ્યો

- પશ્વિમ આફ્રિકન દેશ સિએરા લિયોનના રાષ્ટ્રપતિના પ્રવક્તાની જાહેરાત

- ઈમાનુએલ મોમોહ નામના પાદરીને મળેલા વિશ્વના દસમાં ક્રમના સૌથી મોટા હીરાની કિંમત આશરે ત્રણ અબજ રૃપિયા

ફ્રીટાઉન, તા. 17 માર્ચ, 2017, શુક્રવાર
 
પશ્વિમ આફ્રિકન દેશ સિએરા લિયોનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જાહેરાત કરી છે કે પૂર્વીય હીરાની એક ખાણમાંથી ઈમાનુએલ મોમોહ નામના પાદરીને ૭૦૬ કેરેટનો હીરો મળ્યો છે, જેની કિંમત આશરે ૩ અબજ રૃપિયા આંકવામાં આવી રહી છે.
 
પૂર્વી સિએરા લિયોનની ખાણમાં કામ કરતા પાદરી ઈમાનુએલ મોમોહને ૭૦૬ કેરેટનો વિશ્વનો ૧૦મો સૌથી વિશાળ હીરો મળ્યો છે. રાષ્ટ્રપતિના પ્રવક્તાએ આ વાતની પુષ્ટી કરી હતી. એ પછી ખાણ-ખનીજ મંત્રી મિનકાયલૂએ જણાવ્યું હતું કે આ હીરાની કિંમતનો જે ભાગ સરકારને મળશે તેનો ઉપયોગ હીરાની ખાણોના વિકાસ માટે કરવામાં આવશે.
 
એક અંદાજ પ્રમાણે આ હીરાની કિંમત ૩ અબજ રૃપિયા આવશે. તેમાંથી સ્થાનિક કાયદા પ્રમાણેનો નિયત કરેલો ભાગ જેણે હીરો શોધ્યો છે એ પાદરી ઈમાનુએલ મોમોહને મળશે. હીરા માટે પ્રખ્યાત કોનો જિલ્લાની એક ખાણમાંથી આ હીરો મળ્યો છે. 
 
સિએરા લિયોનમાં ૧૯૭૨માં ૯૬૯ કેરેટનો એક હીરો મળ્યો હતો. એ પછી દશકાઓ પછી આવડો વિશાળ હીરો મળ્યો છે. હીરાને રાષ્ટ્રપતિ અર્નેસ્ટ કોરોમા પાસે લઈ જવાયો હતો અને તેની આંકરી કરવા માટે બેંક ઓફ સિએરા લિયોનને મોકલી દેવાયો છે.
 
વિશ્વનો સૌથી વિશાળ ૩૧૦૬ કેરેટનો ડાઈમંડ ૧૯૦૫માં સાઉથ આફ્રિકામાંથી મળ્યો હતો. ૧૧૧૧ કેરેટનો હીરો ૧૯૦૫માં બોટ્સવાનામાંથી મળ્યો હતો એ અત્યાર સુધીનો બીજો સૌથી વિશાળ હીરો ગણાયો છે. 
 

Post Comments