Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુલભૂષણ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઇ પાકે. પોતાના જ પગ પર કુહાડી મારી : પાક. જજ

- આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભુંડી રીતે હારેલા પાક.ની ચોમેર ટીકા

- હાર બાદ પાક.માં રોષ ફાટી નીકળતાં શરીફ સરકારે વકીલોની નવી ટીમની જાહેરાત કરવી પડી

અમે વધુ મજબુતાઇથી અમારો પક્ષ કોર્ટ સમક્ષ રજૂ કરીશું : સરતાજ અઝીઝ
ઇસ્લામાબાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
પાકિસ્તાન ભારતીય નાગરીક કુલભુષણ જાધવને ફાંસીએ ચડાવવા હવાતીયા મારી રહ્યું હતું, જોકે આંતરરાષ્ટ્રીય કોર્ટે ફાંસી પર સ્ટે મુકી પાક.ના મનસુબા પર પાણી ફેરવી દેતા ભારતનું પલડુ ભારે થઇ ગયુ છે. બીજી તરફ જાધવના કેસમાં પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં સ્થાનિકોમાં પણ ભારે ટીકા થઇ રહી છે. 
 
પાકિસ્તાની મીડિયાએ પણ સરકારની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે કુલભુષણ જાધવનો કેસ પાક. વધુ મજબુત રણનીતીથી લડશે તો જ જીતશે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાબ આપવા આવ્યું તેને લઇને પણ હવે ટીકાઓ શરૃ થઇ ગઇ છે. પાક.ના નિવૃત્ત જજ શેખ ઉસ્માનીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાબ આપવા ગયું તે જ તેની મોટી ભુલ હતી. શરીફ સરકારે ખુદ પોતાના પગ પર કુવાડો માર્યો છે. 
 
જાધવ કેસમાં હારને પગલે પાકિસ્તાન સરકારની ટીકા કરવાનું હવે તેના જ દેશમાં શરૃ થઇ ગયુ છે. પાકિસ્તાનીઓ હવે સરકાર પર ગુસ્સે ભરાયા છે. જેને પગલે પાકિસ્તાનના એટર્ની જનરલે કુલભુષણ જાધવ કેસમાં હવે વકીલો બદલવાની ભલામણ કરી છે.
 
પાક.ના વડા પ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝે જણાવ્યું હતું કે વકીલોની નવી ટીમનું ગઠન કરવામાં આવશે, જે કુલભુષણનો કેસ વધુ મજબુતાઇથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડશે. 

Post Comments