Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનમાં સિંહ ઉપર સવારી કરીને વરરાજાની લગ્નમંડપમાં એન્ટ્રી!

- સિંહના પાંજરાને ખૂલ્લા વાહનમાં જોડીને વરરાજા પાંજરા પર બેઠો

- 'વરરાજા' શેખ ઈરફાનના લગ્નમાં આઠ કરોડનો ખર્ચ 'સિંહ સવારી'નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

કરાચી, તા. 17 માર્ચ, 2017, શુક્રવાર
 
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક વરરાજાએ લગ્નમંડપમાં અનોખી એન્ટ્રી મારી હતી. સામાન્ય રીતે વરરાજાઓ ઘોડીએ ચડતા હોય છે કે પછી ભવ્ય ગાડીમાં બેસીને આવતા હોય છે, પણ પાકિસ્તાનમાં એક વરરાજાએ 'સિંહ સવારી' કરીને ચર્ચા જગાવી હતી.
 
પાકિસ્તાનમાં શેખ ઈરફાન નામના દુલ્હાએ એક સિંહના પાંજરાને ખૂલ્લા વાહન સાથે જોડયું હતું અને એ પિંજરા પર વરરાજો સવાર થયો હતો. લોકો આ અનોખી જાન જોવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. પાંજરામાં બંધ સિંહ મોટા પાંજરામાં આમથી તેમ ફરતો હતો. જેના કારણે જાનમાં જોડાનારા લોકો થોડા ડરીને દૂર ચાલતા હતા. આ લગ્નમાં ૮ કરોડ રૃપિયાનો ખર્ચ થયો હતો. 
 
લગભગ ૧૫ હજાર લોકો શેખ ઈરફાનના લગ્નમાં જોડાયા હતા. ૮ કરોડ રૃપિયાના બદલામાં દુલ્હનના પરિવારે વરરાજાને ૫ કરોડ રૃપિયાનું દહેજ આપ્યું છે. દહેજમાં બંગલો, કાર અને જ્વેલરીનો સમાવેશ થાય છે.
 
વરરાજાનો સિંહ સવારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વરરાજા ઈરફાને કહ્યું હતું કે મારે લગ્નમાં સિંહની સવારી કરવાની ઈચ્છા હતી. એ ઈચ્છા મારા પિતાએ પૂરી કરી હતી એટલે હું તેમનો આભારી છું.
 
વીડિયો વાયરલ થયો તેમાં અસંખ્ય કમેન્ટ્સ આવતી હતી. મોટાભાગના લોકોએ સિંહને આ રીતે પાંજરામાં પૂરીને યાતના આપવા બદલ વરરાજાની ટીકા કરી હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે પબ્લિક પ્લેસમાં આવા ખૂંખાર સિંહનું  પ્રદર્શન કરીને જાહેર હિત સામે જોખમ ખડું કર્યું છે.

Post Comments