Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રિટનનાં PM થેરેસા મેને ઉથલાવવા તેમના જ પક્ષના સાંસદો સક્રિય

- ખુરશી બચાવવા થેરેસા પાસે હવે માત્ર ૧૦ દિવસનો જ સમય હોવાનો સાંસદોનો દાવો

(પીટીઆઇ) લંડન, તા.18 જૂન, 2017, રવિવાર
 
બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેના પક્ષના જ કેટલાક સાસંદો તેમને ઉથલાવવા સક્રિય બન્યા હોવાથી હવે તેમની પાસે સરકાર બચાવવા માટે માત્ર 'દસ જ દિવસો' રહ્યા છે એમ બ્રિટનના માધ્યમો કહે છે.
 મધ્યસત્રીય ચૂંટણી યોજવાના તેમના નિર્ણયના કારણે  ચાલુ મહિનાની શરૃઆતમાં યોજાયેલી સંસદની ચૂંટણીમાં પાતળી બહુમતી  મળતાં મે પર હવે તેમના જ પક્ષના સાંસદો માછલા ધુએ છે. ઉપરાંત ગ્રેનફેલ ટાવરમાં લાગેલી આગ સમયે પણ તેમનો પ્રતિસાદ ખૂબ મોડો હોવાનો આક્ષેપ કરાયો હતો.
 સ્પષ્ટ બહુમતી મેળવવમાં અને ગ્રેનફેલ ટાવરમાં લાગેલી આગ વખતે તેમની નિષ્ફળતાએ પક્ષમાં અને કેબિનેટમાં મતભેદો છે એ વાત સાબીત કરી દીધી હતી. બ્રેકઝિટના કટ્ટર કે પછી સરળ સમર્થકોને મનાવાવ માટે મેને આગામી દસ દિવસોમાં કોઇ  નક્કર વ્યુહરચના બનાવવી પડશે નહીંતર તેમની સામે અન્ય પડકારો ઊભો થઇ જશે, એમ એક પૂર્વ મંત્રીએ કહ્યું હતું.'તેમને વહેલા કે મોડા જવું તો પડશે જ. તેમના માટે ૨૮ અને ૨૯ જુન કટોકટીના દિવસો છે જ્યારે રાણીના પ્રવચન પર મતદાન થશે'એમ તેમણે ઉમેર્યું હતું.
એક વરિષ્ઠ બેકબેન્ચરે પણ મેના નેતૃત્વ પર અવિશ્વાસની દરખાસ્તના મતદાનમાં ખૂબ દબાણ રહેવાનું કહ્યું હતું.'મારા મત વિસ્તારના અનેક સક્રિય અને ગંભીર સભ્યો લખે છે કે  તમારે મેનો જલદી પીછો છોડાવવા જ પડશે,કારણ કે મે પક્ષને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે'એમ તેમણે કહ્યું હતું.

Post Comments