Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય અમેરિકન સંદીપ મથરાની 'ઓવરપેઇડ સીઈઓ'ની યાદીમાં

- મથરાની શિકાગોની જનરલ ગ્રોથ પ્રોપર્ટીઝના સીઈઓ

- 'એઝ યુ સો' નામની સંસ્થા ઓવરપેઇડ સીઈઓની યાદી જાહેર કરે છે

હ્યુસ્ટન, તા. 19 માર્ચ, 2017, રવિવાર

શિકાગોની જનરલ ગ્રોથ પ્રોપર્ટીઝ નામની કંપનીના ભારતીય અમેરિકન ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંદીપ મથરાનીનો 'ઓવરપેઇડ સીઈઓ'ની યાદીમાં સમાવેશ કરાયો છે. દર વર્ષે 'એઝ યુ સો' નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ પ્રકારનો અહેવાલ બહાર પાડવામાં આવે છે, જેમાં અમેરિકાના કુલ ૨૫ 'ઓવરપેઇડ' સીઈઓનો સમાવેશ કરાય છે.

જે કંપનીઓ પોતાના સીઈઓને જરૃરિયાત કરતા વધારે પગાર-ભથ્થાં આપતી હોય તેમનો આ યાદીમાં સમાવેશ કરાય છે. આ અહેવાલ પ્રમાણે, સંદીપ મથરાનીને ૨૦૧૬માં કંપનીએ ૩૯.૨ મિલિયન ડૉલરનું વળતર આપ્યું હતું, જેમાં ૨૬ મિલિયન ડૉલર વધારે હતા.

એટલે કે, તેમને ફક્ત ૧૩.૨ મિલિયન ડૉલર મળવા જોઈતા હતા એવું આ અહેવાલમાં ગણતરી કરીને કહેવાયું છે.

આ યાદીમાં ૧૫ સીઈઓ એવા છે, જેમનો આ યાદીમાં બીજી વાર સમાવેશ કરાયો છે, જ્યારે દસ સીઈઓ ત્રીજી વાર આ યાદીમાં ચમક્યા છે.

આ યાદીમાં ચમકતા સીઈઓની પ્રતિષ્ઠા ઓછી થઈ જાય છે કારણ કે, જે સીઈઓએ નબળું પર્ફોર્મન્સ આપીને વધુ પગાર લીધો હોય તેમનો આ યાદીમાં સમાવેશ થતો હોય છે.

Post Comments