Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત વિશ્વમાં સૌથી ઝડપી પરમાણુ હથિયાર બનાવતો દેશ : પાકે. ઝેર ઓક્યું

- કુલભૂષણ મામલે હાર ન પચતા પાક.ના જૂઠાણા શરૃ

- કોઇ પણ ભોગે ભારતને એનએસજીમાં સભ્યપદથી દુર રાખવા પાક.ના હવાતીયા

ઇસ્લામાબાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભુષણ જાધવના કેસમાં ભારત સામે પાકિસ્તાનની કારમી હાર થઇ છે. જેને પગલે હવે પાકિસ્તાને ભારત પર જુઠા આરોપો લગાવી બદનામ કરવાનુ શરૃ કરી દીધુ છે. એક તરફ પાક. પરમાણુ હથિયારો વધારી રહ્યું છે બીજી તરફ ભારત પર જ આરોપો લગાવી રહ્યું છે કે ભારત બિન સૈન્ય પરમાણુ ખરીદે છે પણ બાદમાં તેના દ્વારા સૈન્ય પરમાણુ હથિયારો બનાવી રહ્યું છે. 
 
જગજાહેર છે કે હાલ પાકિસ્તાન પાસે ભારત કરતા વધુ પરમાણુ હથિયારો છે. પણ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભૂંડી રીતે હારેલુ પાક. હવે ભારતને કોઇ પણ મુદ્દે ઘેરવા હવાતીયા મારી રહ્યું છે. પાક.ના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ ઝાકરીયાએ દાવો કર્યો હતો કે વિશ્વમાં હાલ ભારત સૌથી ઝડપી પરમાણુ હથિયારો વિકસાવી રહ્યું છે. જેને કારણે સાઉથ એેશિયામાં સુરક્ષા સામે અનેક પડકારો ઉભા થયા છે. 
 
પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારત શાંતી માટે જે પરમાણુ ખરીદી રહ્યું છે તેનો ઉપયોગ સૈન્ય હથિયારો બનાવી પોતાની પરમાણુ તાકાત વધારી રહ્યું છે. આ ઉપરાંત એનએસજીમાં ભારતની સભ્યપદની માગણીનો પણ તેણે વિરોધ કર્યો હતો. કાશ્મીર રાગ પણ પાકે. આલાપ્યો હતો. અને કહ્યું હતું કે હું આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરુ છું કે તે કાશ્મીર મામલે ધ્યાન આપે.
 

Post Comments