Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દ. ચીની સમુદ્રમાં અમેરિકાની દખલગીરી મોટું યુદ્ધ નોતરશે : ચીની મિડિયા

- અમેરિકાના નવા વિદેશીમંત્રીના નિવેદનનો પડઘો

- અમેરિકાના નવા વિદેશ મંત્રીએ દ. ચીની સમુદ્રમાં ટાપુ પર જવા ચીન પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી

(પી.ટી.આઇ.) બેઇજિંગ, તા. 13 જાન્યુઆરી, 2017, શુક્રવાર
 
ચીનના સરકારી મિડિયાએ આજે દક્ષિણ ચન સમુદ્રમાં તેણે બંધાવેલા કૃત્રિમ ટાપુ પર પ્રવેશવામાં અમેરિકા અડચણ કરશે તો મોટું યુદ્ધ ફાટી નીકળશે તેવી ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાના નવા ગૃહમંત્રીએ ચીનને આ ટાપ પર પ્રવેશબંધી ફરમાવતું નિવેદન કર્યું હતું.
 
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં તંત્રીલેખમાં જણાવ્યું હતું કે, અમેરિકાના સેનેટર આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવા માટે ચીન પ્રત્યે કડક વલણ દર્શાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ગૃહમંત્રી જાહેર કરેલા ટિલર અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને બંધાવેલા ટાપુને રસિયાના ક્રિમિયા સાથે સરખાવ્યું હતું.
 
અમેરિકાની નવી સરકારે ચીનને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે, પહેલા તે ટાપુ બાંધવાનું બંધ કરે અમેરિકાએ ચીન વિરુદ્ધ કરેલું આ સૌથી સખ્ત નિવેદન છે. દક્ષિણ ચીન સમુદ્ર મુદ્દે અમેરિકા ચીન સાથે યુદ્ધ કરવા માંગતું હોય તેવું વલણ બંધ નહીં કરે તો ચીન સંપૂર્ણ સજ્જ છે તેમ તેમણે જણાવ્યું હતું.
 
ચાઇના ડેઇલી નામના બીજા અખબારે જણાવ્યું હતું કે, ટિલરસન સામાન્ય કંપનીના ચેરમેનમાંથી ગૃહમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમને સેનેટની ચકાસણીમાંથી પસાર થવું પડશે. જો તેની નિમણૂંક મળે તો ચીન વિરુદ્ધ અમેરિકાની વિદેશ નીતિમાં તેની શું અસર થશે તે જોવાનું રહેશે. આ તેમના અંગત વિચારો છે. તેને ચીંન ગંભીરતાથી લેતું નથી.
 
આ નિવેદનોને ગંભીરતાથી લેવાની જરૃર ફણ નથી તેમને વાસ્તવિકતાનો સામનો કરવા દો. જો કે, ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ચીન અને અમેરિકા ઘણાં સમાન હિત ધરાવે છે અને તે પરસ્પર સહકાર સાધવા પૂરતા છે.

Post Comments