Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એમેઝોને એની વેબસાઇટમાંથી ભારતીય ધ્વજના પગલુછણીયા હટાવ્યા

- ભારતનો ભારે વિરોધ થતાં અંતે

- વિદેશ મંત્રી સુષમા સ્વરાજે અનેક ટવિટ કરીને આ પ્રોડક્ટને દૂર કરવા કહ્યું હતું

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 12 જાન્યુઆરી, 2017, ગુરૂવાર
 
ભારતીય ધ્વજની પ્રિન્ટીંગ ધરાવતા પગલુછણીયાને બજારમાં વેચવા માટે વેબસાઇટ પર મૂકતા ભારતે એનો ભારે વિરોધ કર્યો હતો જેના કારણે અંતે ઇ-રિટેલ એમેઝોને અપમાનજનક ધ્વજને તેની વેબસાઇટમાંથી દૂર કર્યો હતો. સિટલસ્થિત હેડક્વાર્ટર ધરાવતા એમેઝોનના એક પ્રવકતાએ કહ્યું હતું કે  હવે તેમની વેબસાઇટમાં વેચાણ માટેના ભારતીય ધ્વજની છાપ વાળા પગલુછણીયા નથી.
 
ભારતીય ધ્વજના આવા અપમાન સામે નારાજગી દર્શાવતા વિદેશ મંત્રી સુષમા  સ્વરાજે ગઇ કાલે જ એમેઝોનને તેના એ ઉત્પાદનને બજારમાંથી પરત ખેંચી લેવા અને બિન શરતી માફી માગવા કહ્યું હતું. જો તેમ કરવામાં એમેઝોન નિષ્ફળ જશે તો તેના એકપણ અધિકારીને ભારતનો વિઝા આપવામાં નહીં આવે અને જો અગાઉ આપ્યા હશે તેને રદ કરશે. સુષમાએ કેનેડાસ્થિત ભારતીય દૂતાવાસને આ મામલો કેનેડા એમેઝોન  સમક્ષ ઉઠાવવા પણ કહ્યું હતું.
 
સ્વરાજે કેનેડામાં રહેતા ભારતીયોને પણ એમેઝોન સામે અવાજ ઉઠાવવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું ' કેનેડાસ્થિત ભારતીય હાઇ કમિશન... આ બાબત અસ્વીકાર્ય છે. એમેઝોન સમક્ષ આ મુદ્દો ઉચ્ચ કક્ષાએ ઉઠાવ'. સ્વરાજે અનેક વખતે ટવિટ કરીને કહ્યું હતું કે ' એમેઝોને બિન શરતી માફી માગવી જ જોઇએ. ભારતીય ત્રિરંગાને દર્શાવતા તમામ ઉત્પાદનોને તાત્કાલિક અસરથી પાછા ખંેચી લેવા જોઇએ' તેમના ટવિટ વાયરલ થતાં એમેઝોન કેનેડાને આ ઉત્પાદનો પાછા ખેંચવાની ફરજ પડી હતી.

Post Comments