Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રિટનમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તા, સ્કિલ એમ્બેસેડર નિમાયા

- ગુપ્તા બ્રિટનના સ્ટિલ ઉદ્યોગના અગ્રણી હાલ ૧૩૦૦ વિદ્યાર્થીઓને તાલિમ આપવામાં સહાયરૃપ

(પી.ટી.આઇ.)    લંડન, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે ભારતીય મૂળના ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાને બ્રિટનમાં વિદ્યાર્થીઓને સ્ટીલ ઉદ્યોગની તાલિમ આપતા સરકારી સંસ્થાનમાં મુખ્ય પ્રતિનિધિ (એમ્બેસેડર) નીમ્યા છે. આ સંસ્થા વિદ્યાર્થીઓમાં ઉત્પાદકતાની આવડતનો વિકાસ કરે છે અને સ્ટીલ ઉદ્યોગમાં કયા પ્રકારે સ્થાન જમાવી શકાય તેની આવડત કેળવવામાં સહાયરૃપ થાય છે. સંજીવ ગુપ્તા પણ બ્રિટનમાં સ્ટીલ સેક્ટરના અગ્રણી ઉદ્યોગપતિ (ટાયકૂન) ગણાય છે.

ઔદ્યોગિક તાલિમાર્થીઓને એવોર્ડ આપવાનો કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો. જેમાં આ અંગે માહિતી અપાઈ હતી. ૬૮ વર્ષીય પ્રિન્સ વેલ્સે આ પ્રસંગે બોલતા કહ્યું હતું કે, ગુપ્તા વાસ્તવિક રીતે તેમની કલ્પના, તેમના વિચારોને મૂર્તિમંત કરવામાં એટલા સફળ રહ્યા છે કે આપણા રાષ્ટ્રના ભારે ઉદ્યોગોને ટકાઉ આધુનિકરણ અને ઉત્પાદકતામાં ઉપયોગી બની રહે તેઓ તેમના જી.એફ.જી. એલાયન્સ મારફતે પુરી સહૃદયતાથી આ ઔદ્યોગિક ક્ષેત્રે અભ્યાસ કરતા યુવાનો સાથે પણ જોડાયેલા રહે છે.

બ્રિટન સ્થિત જી.એફ.જી એલાયન્સના વડા તરીકે ગુપ્તાએ ગત કેટલાક મહિનાઓ દરમિયાન એ પ્રકારની કાર્યવાહી કરી હતી કે જેના કારણે ત્યાં સેંકડો વ્યવસાયોનું સર્જન અને અનેક લોકોને રોજગારી મળતી થઈ હતી. ગુપ્તાને હાલ એવી સંસ્થાના એમ્બેસેડર પદે નીમવામાં આવ્યા છે જેમાં યુ.કે.માં હાલ ૧૫૦૦૦ વિદ્યાર્થીઓ ઔદ્યોગિક તાલિમ લઈ રહ્યા છે. તેમની સંસ્થા જી.એફ.જીના પ્રતિનિિઓ બ્રિટનની ૨૬ તાલીમશાળાઓ મારફત એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ ટ્રસ્ટની સાથે રહીને આ વિદ્યાર્થીઓને તાલિમ આપે છે.

Post Comments