Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય અમેરિકન મનીષા સિંહ વિદેશ વિભાગમાં આર્થિક બાબતો સંભાળશે

- અમેરિકાના વિદેશ વિભાગના મહત્ત્વપૂર્ણ હોદ્દા પર ભારતીય

- ૪૫ વર્ષીય સિંહે અમેરિકામાં કાયદાની અનુસ્નાતકની પદવી મેળવી હતી

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન વકીલ મનિષા સિંહની વિદેશ વિભાગમાં મહત્ત્વપૂર્ણ વહીવટી હોદ્દા પર નિમણૂક કરી છે. તેમને આર્થિક કૂટનીતિના ઇનચાર્જ બનાવવામાં આવ્યા છે. હાલમાં મનિષા સિંહ સેનેટર ડેન સુલ્લિવાનના ચીફ કાઉન્સેલ અને સિનિયર પોલિસી એડવાઇઝર છે.

તેઓ વિદેશ વિભાગમાં આર્થિક બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી ચાર્લ્સ રિવકીનનું સ્થાન લેશે. ગઇકાલે તેમનું નામ સેનેટને મોકલી દેવામાં આવ્યું હતું. આ જગ્યા જાન્યુઆરીથી ખાલી છે. જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખનો હોદ્દો ગ્રહણ કરતા ચાર્લ્સ રિવકીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

૪૫ વર્ષીય સિંહે અમેરિકન યુનિવર્સિટીની વોશિંગ્ટન કોલેજ ઓફ લોમાંથી કાયદાની અનુસ્નાતકની પદવી મેળવી હતી. તેમણે યુનિવર્સિટી ઓફ ફલોરિડાની કોલેજ ઓફ લોમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.
 

Post Comments