Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરશે તો આક્રમક જવાબ આપીશું : પાકિસ્તાન

- કાશ્મીરીઓને ભડકાવવાનો પાકિસ્તાનનો વધુ એક પ્રયાસ

- કાશ્મીર મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે અમારા પર આરોપો લગાવાતા હોવાનો પાક.નો દાવો

ઇસ્લામાબાદ, તા. 12 ફેબ્રુઆરી, 2018, સોમવાર

પાકિસ્તાન એક તરફ સરહદે ગોળીબાર કરી રહ્યું છે. સાથે કાશ્મીરમાં આતંકી હુમલા પણ વધારી દીધા છે. આ સ્થિતિ વચ્ચે હવે ભારત કોઇ વધુ આક્રામક કાર્યવાહી કરે તે પહેલા જ પાકિસ્તાને ચીમકી આપી છે. પાકિસ્તાને કહ્યું છે કે જો ભારત કોઇ પણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક હવે કરશે તો અમે પણ ચુપ નહીં રહીએ.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમા જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન વિરુદ્ધ ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અમે સરહદે ગોળીબાર નથી કરતા પણ ભારતીય સૈન્ય કરે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે ભારત સૈન્ય દ્વારા કાશ્મીર પર કબજો જમાવવા માગે છે, અને તે તરફથી લોકોનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન પર આતંકી હુમલા અને ગોળીબારના આરોપો લગાવી રહ્યું છે.

પાકિસ્તાને આ મહિને પણ સરહદે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જ્યારે ગયા મહિને કરેલા ગોળીબારમાં ૨૦થી વધુ લોકોએ જીવ ગૂમાવ્યો છે. જ્યારે કાશ્મીરમાં આતંકી હુમલામાં પણ પાક.નો જ હાથ છે. આ હુમલામાં ૪૮ કલાકમાં જ ૭ લોકોએ જીવ ગૂમાવ્યો છે.

હવે પાકિસ્તાને જુઠ્ઠાણા ફેલાવવાનું શરૃ કરી દીધુ છે અને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીએ પણ આ મામલે ધ્યાન આપવુ જોઇએ. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારત ગમે ત્યારે સરહદે અમારા પર હુમલો કરી શકે છે. માટે અમે અગાઉથી જ આ ચેતવણી જારી કરી રહ્યા છીએ.

છેલ્લા કેટલાક સમયથી આતંકવાદ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા દ્વારા પાકિસ્તાન પર દબાણ વધી રહ્યું છે છતા પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યું. ભારત દ્વારા એક સર્જિકલ સ્ટ્રાઇક બાદ કોઇ નક્કર કાર્યવાહી નથી કરાઇ. જેને પગલે આતંકીઓ ફરી સરહદે સક્રિય થઇ ગયા છે. અને પાકિસ્તાન પણ ગોળીબાર કરી અનેક જવાનો અને સરહદી ગામડામાં રહેતા લોકોનો ભોગ લઇ ચુક્યું છે.

Post Comments