Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિજય માલ્યા સહિત ૧૩ આરોપીના પ્રત્યાર્પણ માટે ભારતે બ્રિટનની મદદ માગી

- કેન્દ્રીય મંત્રી કિરણ રીજુજીએ બ્રિટનના મંત્રી સાથે બેઠક કરી

- ૧૩ આરોપીમાં વિજય માલ્યા ઉપરાંત લલિત મોદી અને ક્રિકેટ બુકી સંજીવ કપુરનો સમાવેશ

વિજય માલ્યા વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં હાજર : બંને પક્ષને દલીલો રજૂ કરવા આદેશ કર્યો
અંતિમ સુનાવણીનું ટાઇમટેબલ ઘડાશે અને ચુકાદાનો સંભવિત સમયગાળો નક્કી કરાશે

(પી.ટી.આઇ.) લંડન, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

ભારતે આજે દેશની બેન્કોના રૃપિયા ૯૦૦૦ કરોડ લઈને બ્રિટનમાં ભાગી ગયેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં મદદરૃપ થવા બ્રિટનને જણાવ્યું હતું. દરમિયાન માલ્યા લંડનની કોર્ટમાં હાજર થયા છે. વેસ્ટમિન્સ્ટર કોર્ટના જસ્ટિસ પોતાના ચુકાદાની સંભવિત તારીખ નક્કી કરશે. બ્રિટનના સલામતી અને આર્થિક ગુના ક્ષેત્રના મંત્રી બેને વાલેસ અને ગૃહમંત્રી કિરણ રીજુજી વચ્ચે થયેલી બેઠકમાં ભારતે માલ્યાના પ્રત્યાર્પણમાં મદદ કરવા બ્રિટનને જણાવ્યું હતું.

કિરણ રીજુજીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બ્રિટનના મંત્રી બેન વાલેસ સાથે માલ્યાના પ્રત્યાર્પણ ઉપરાંત સાયબર સિક્યુરિટીમાં સહકાર અંગે ચર્ચા થઈ હતી. સૂત્રોએ જણાવ્યા મુજબ રિજુજીએ બ્રિટનમાં રહેલા ૧૩ ભારતીય આરોપીઓના પ્રત્યાર્પણમાં મદદ કરવા બ્રિટન પર દબાણ કર્યું છે. આ આરોપીઓમાં વિજય માલ્યા, લલિત મોદી અને ક્રિકેટ બુકી સંજીવ કપુરનો સમાવેશ થાય છે. રિજુજીએ ત્રાસવાદ જેવા અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

દરમિયાન માલ્યા આજે વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં ઉપસ્થિત થયો હતો. વેસ્ટમિન્સ્ટર કોર્ટના જજ એમા આર્બુથનોરે બંને પક્ષોને દલીલ રજૂ કરવા જણાવ્યું હતું. તેમણે મુંબઈની સેન્ટ્રલ જેલમાં બરાક ૧૨માં પ્રકાશ અને મેડિકલની સુવિધા અંગે વધુ સ્પષ્ટતા પણ માગી હતી. સપ્તાહભર ચાલનારી સુનાવણી દરમિયાન જજે દલીલો ક્યારે પૂરી કરવા જેવા ટાઇમટેબલ ઘડશે અને ચુકાદો ક્યારે અપાશે તેનો સંભવિત ગાળો પણ નક્કી કરાશે. જો માલ્યાનું પ્રત્યાર્પણ થાય તો ભારતના અધિકારીઓને તેનો કબજો મેળવવા બે માસનો સમય મળશે.

Post Comments