Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતે રફાલ સાથેનો એન્ટી ટેંક મિસાઇલનો ૫૦ કરોડ ડોલરનો સંરક્ષણ સોદો રદ કર્યો

- ઇઝરાયેલના પીએમ ૧૪ જાન્યુ.થી ભારત પ્રવાસે

- ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુના ભારત પ્રવાસ અગાઉ જ સોદો રદ કરવામાં આવ્યો

- ઇઝરાયેલની કંપનીએ સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનો ઇનકાર કરતા સોદો રદ કરાયાની શક્યતા

(પીટીઆઇ)    જેરુસલેમ, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

ભારતે ઇઝરાયેલની સાથે ૫૦ કરોડ ડોલર (લગભગ ૩૧૭૫ કરોડ રૃપિયા)નો સંરક્ષણ સોદો રદ કરી નાખ્યો છે. ઇઝરાઇલની ટોચની સંરક્ષણ કંપની રફાલે પણ આ અહેવાલને સમર્થન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇઝરાયેલની કંપનીએ સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનો ઇનકાર કરતા સોદો રદ કરાયાની શક્યતા છે.

આ સોદા હેઠળ રાફેલને ભારત માટે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સ્પાઇકનું નિર્માણ કરવાનું હતું. રાફેલે આ સોદો રદ કરવા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે. આ સોદો એવા સમય રદ કરવામાં આવ્યો છે કે જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન પ્રથમ વખત ભારતની મુલાકાતે આવવાના છે.

રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ લિમિટેડના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતના સંરક્ષણ મંત્રાલય તરફથી સ્પાઇક અંગે થયેલી સમજૂતી રદ કરવાનું સત્તાવાર નોટિફિકેશન રાફેલને મળી ગયું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ૨૬ દેશોમાં સ્પાઇકનો ઉપયોગ થઇ રહ્યો છે. ભારતે લાંબી વિચારણાના અંતે આ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સ્પાઇકની ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો.

રાફેલે અન્ય એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સોદો રદ થવા બદલ અમને દુઃખ છે પણ અમે ભારતના સંરક્ષણ મંત્રાલયને સહકાર આપવાનું ચાલુ રાખીશું. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલના વડાપ્રધાન નેતનયાહુ ૧૪ જાન્યુઆરીથી ભારતના ચાર દિવસીય પ્રવાસે આવવાના છે.
 

Post Comments