Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત અને ચીનની મિત્રતા હિમાલય પણ અટકાવી નહીં શકે : ચીન

- ચીનના વિદેશ મંત્રી વાંગ યીનું મહત્વપૂર્ણ નિવેદન

- ભારત-ચીન વચ્ચે ઘણાં મતભેદો છતાં બંને વચ્ચે સારી મિત્રતા અકબંધ છે
- ભારત સાથે સંબંધો સુધારવાના ચીનના પ્રયાસો

ચીનના ડ્રેગન અને ભારતના હાથીએ એક બીજા સામે લડાઈ કરવાને બદલે એક બીજા સાથે નૃત્ય કરવું જોઈએ : વાંગ યી

બેઈજિંગ, તા. ૮ માર્ચ 2018, ગુરૂવાર

ચીનના વિદેશ મંત્રી વાંગ યુએ ભારત-ચીનના સંબંધો અંગે ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું હતું કે ભારત-ચીનની મિત્રતા વચ્ચે હિમાયલ જેવો હિમાયલ પણ આવી શકે તેમ નથી. જો ભારત-ચીન અમુક મતભેદો બાજુ ઉપર મૂકી દે તો બંને દેશો ખૂબ સારા સંબંધો બની શકે છે.

ચીનના સંસદીય સત્ર દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ દોકલામ વિવાદ અને ભારત-ચીનના સંબંધો વિશે સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું હતું કે માનસિક અને રાજકીય અવરોધો બાજુ ઉપર મૂકીને બંને દેશો વિચારે તો બંને વચ્ચેના સંબંધો વધુ ઉષ્માપૂર્ણ અને ગાઢ બની શકે તેમ છે.

ચીનના વિદેશ મંત્રીએ કહ્યું હતું : જો ભારત અને ચીન વચ્ચે રાજનૈતિક વિશ્વાસ પ્રસ્થાપિત થઈ જાય તો હિમાલય પણ ભારત-ચીનની મિત્રતા વચ્ચે અવરોધ ઉભો કરી શકે તેમ નથી પણ જો વિશ્વાસ નહીં હોય તો એક નાનકડો જમીનનો ટૂકડો પણ બંને વચ્ચે અવરોધ ઉભો કરી શકશે. ભારત-ચીન વચ્ચે દોકલામ વિવાદ છતાં બંને દેશોના સંબંધો અકબંધ છે.

ચીની વિદેશ મંત્રીએ બહુ માર્મિક ટકોર કરતા કહ્યું હતું કે ચીની ડ્રેગન અને ભારતીય હાથીએ એક બીજા સાથે લડાઈ કરવાને બદલે એક બીજા સાથે નૃત્ય કરવું જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે જો ભારત-ચીન એક સાથે થઈ જાય તો એક ને એક બે નહીં, પણ એક ને એક અગિયાર થઈ જાય. સમય બદલાઈ રહ્યો છે, વિશ્વ બદલાઈ રહ્યું છે એટલે હવે ભારત અને ચીને પણ પોતાનો નજરિયો બદલવો જોઈએ એવી શીખામણ આપીને વાંગે કહ્યું કે જો બંને મતભેદો ભૂલીને એક સાથે કામ કરે તો વિશ્વમાં નવા સમીકરણો રચાય તેમ છે.

Post Comments