Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેરુમાં બસ ટ્રક સાથે અથડાઇને ખીણમાં ખાબકી : ૪૮નાં મોત

- બસમાં ૫૫ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સામેલ હતાં

- બસને 'શેતાનના વળાંક' નામે ઓળખાતા ટર્નિંગ પાસે અક્સ્માત નડયો હતો

- દુર્ઘટનાગ્રસ્ત માર્ગ  ધુમ્મસ અને ભેજને કારણે વાહનચાલકો માટે જોખમી રહ્યું છે : પેરુમાં ૨૦૧૬માં અક્સ્માતથી ૨૫૦૦ લોકોનાં મોત થયા હતાં

(પીટીઆઇ)     લીમા, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

પેરુમાં એક બસ ટ્રક સાથે  અથડાયા પછી ખીણમાં ખાબક્તા બસમાં સવાર ૪૮ મુસાફરોના મોત થયા છે. આ બસ 'શેતાનના વળાંક' નામે ઓળખાતા ટર્નિગ પાસે ટ્રક સાથે અથડાઇ હતી.
આ બસ પેરુની રાજધાનીથી ઉત્તરમાં ૧૩૦ કિલોેમીટરે આવેલા હુઆચોથી ૫૫ મુસાફરો અને બે ક્રૂ મેમ્બરો સાથે નીકળી હતી.

પેરુના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બસ ટ્રક સાથે અથડાયા પછી ખીણમા ૩૦૦ ફૂટ નીચે ખાબકી હતી. મંત્રાલયે શરૃઆતમાં ૩૬ લોકોના મોતની જાહેરાત કરી હતી. જો કે થોડાક સમય પછી મંત્રાલયે આ આંકડો સુધારીને ૪૮ કર્યો છે.

ગઇકાલે થયેલા આ અક્સ્માત પછી મૃતદેહો બહાર કાઢવાનું કાર્ય અંધારું થઇ જવાને કારણે અટકાવી દેવામાં આવ્યું હતું. આજે સવારે ફરીથી રાહત અને બચાવ કામગીરી શરૃ કરવામાં આવી હતી.

પોલીસે હેલિકોપ્ટરની મદદથી દુર્ઘટનાગ્રસ્ત બસને શોધી કાઢી હતી. પેરુની નેવીએ રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોની અલગ અલગ હોસ્પિટલોેમાં સારવાર ચાલી રહી છે.

પાસમાયો હાઇવેની પાસે આ દુર્ઘટના સર્જાઇ હતી. આ હાઇવે પર ફક્ત ટ્રક અને બસને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગને ખતરનાક ગણવામાં આવે છે. આ માર્ગ પર ધુમ્મસ અને ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. ૨૦૧૬માં પેરુમાં માર્ગ અક્સ્માતમાં ૨૫૦૦ લોકોનાં મોત થયા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર બસનો ડ્રાઇવર ખૂબ જ અનુભવી હતો અને તેની સાથે તેનોે આસિસ્ટન્ટ પણ હતો. આ અક્સ્માતમાં ડ્રાઇવરનું મોત થયું છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી.

Post Comments