Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એચ-૧બી વિઝાના નવા નિયમોનો અમલ થશે તો ૭૫ હજાર ભારતીયોએ પાછા આવવું પડશે

- હોમલેન્ડ સિક્યોરિટીના સૂચનો સ્વીકારાશે તો સૌથી વધુ અસર ભારતીયોને થશે

- ગ્રીન કાર્ડની અરજી પેન્ડિંગ હોય તેમના એચ-૧બી વિઝાની મર્યાદા પૂરી થઈ ગયેલી જાહેર થવાની શક્યતા

ટ્રમ્પની 'બાય અમેરિકન, હાયર અમેરિકન' નીતિનો સજ્જડ અમલ કરવા હોમલેન્ડ સિક્યોરિટીના સંખ્યાબંધ સૂચનો
વૉશિંગ્ટન, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

અમેરિકામાં એચ-૧બી વિઝા પર રહેતા હજારો લોકોને સ્વદેશ પરત ફરવું પડે એવો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નિર્ણય લઈ શકે છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ વ્હાઈટ હાઉસને સૂચન કર્યું છે કે, જે લોકોની ગ્રીન કાર્ડ માટે કરેલી અરજી પેન્ડિંગ હોય એવા એચ-૧બી વિઝા પર અમેરિકામાં નહીં રહી શકે. આ વિઝા પર એક્સટેન્શન પણ નહીં મળી શકે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ અમેરિકામાં સિટીઝનશિપ અને ઇમિગ્રેશન સુરક્ષાને લગતું કામકાજ સંભાળે છે.

વ્હાઈટ હાઉસ આ સૂચન સ્વીકારી લેશે તો પાંચ લાખથી સાડા સાત લાખ એચ-૧બી વિઝા હોલ્ડરને પરત જવું પડશે, જેમાં ભારતીયોની સંખ્યા ૭૫થી વધુ હોવાનો અંદાજ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 'બાય અમેરિકન, હાયર અમેરિકન' નીતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નીતિ હેઠળ ટ્રમ્પ અમેરિકનોને નોકરીની સુરક્ષા આપવા માંગે છે. એચ-૧બી વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયો લે છે. જો આ સૂચન સ્વીકારાઈ જશે તો ભારતીયોને જ સૌથી વધુ અસર થશે. ખાસ કરીને એન્જિનિયરિંગ અને સોફ્ટવેર ક્ષેત્રે કામ કરતા હજારો ભારતીયોને વતન પાછા આવી જવું પડશે.

આ સૂચનની જાહેરાત પછી સેન જોઝ સ્થિત ઇમિગ્રેશન વોઇઝ નામની સંસ્થાએ એચ-૧બી વિઝા હોલ્ડરોને સાથ આપવાની જાહેરાત કરી છે. જો વ્હાઈટ હાઉસ આ સૂચન સ્વીકારી લેશે તો ઇમિગ્રેશન વોઇઝ અદાલતમાં એ નિર્ણયને પડકારશે. હોમલેન્ડ સિક્યોરિટીના એક અધિકારીએ કહ્યું હતું કે, યુએસમાં ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતા હજારો ભારતીયો જાતે જ અમેરિકા છોડીને જતા રહે એ માટે આ સૂચન કરાયું છે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી આવેલી એચ-૧બી વિઝા અરજીઓનો બેકલોગ ઘટાડવા પણ આ નિર્ણય લેવાઇ શકે છે.

એચ-૧બી વિઝા ત્રણ વર્ષ માટે અપાય છે, જેમાં એક વાર એક્સ્ટેન્શન મળ્યા પછી વિઝા હોલ્ડર તેમના દેશમાં પરત જઈ શકે છે. આ સ્થિતિમાં સામાન્ય રીતે એચ-૧બી વિઝા હોલ્ડરની ગ્રીન કાર્ડ માટેની અરજી સ્વીકારાય તો તેઓ સિટીઝનશિપ માટે રાહ જુએ છે. મોટા ભાગના ભારતીયો એક વર્ષ માટે રાહ જુએ છે.

હાલ હોમલેન્ડ સિક્યોરિટીનું આ સૂચન મેમો તરીકે સ્વીકારાયું છે અને જુદી જુદી એજન્સીઓને પણ મોકલી અપાયું છે. એચ-૧બી વિઝા હોલ્ડર સામે કરાયેલી સખ્તી સામે નાસકોમ અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. આ મુદ્દે નાસકોમે અનેક યુએસ સેનેટર્સ સાથે પણ વાતચીત કરી છે. આ ઉપરાંત કોંગ્રેસ અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સામે પણ તેઓ એચ-૧બી વિઝા હોલ્ડરોની ચિંતા રજૂ કરી ચૂક્યા છે.

Post Comments