Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત કંઈ 'પરાક્રમ' કરશે તો તેને જડબાતોડ જવાબ આપીશું : પાકિસ્તાની સંરક્ષણ મંત્રી

- સળગતી સરહદ વચ્ચે ભારત તરફથી કાર્યવાહી થવાનો પાકિસ્તાનને ડર

- ભારત સામે સીધી લડાઈ કરી ન શકતુ હોવાથી પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી પછી ભારતને ધમકાવે છે

ઈસ્લામાબાદ, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખુર્રમ દસ્તગીરે આજે જણાવ્યુ હતુ કે ભારત સરહદે કોઈ કાર્યવાહી કરશે તો પાકિસ્તાન તેનો જડબાતોડ જવાબ આપશે. ભારત તરફથી સરહદે સર્જીકલ સ્ટ્રાઈક પ્રકારની કાર્યવાહી થવાનો પાકિસ્તાનને ડર પેસી ગયો હોય એમ લાગે છે. અત્યારે કાશ્મીર સરહદે આતંકી હુમલા ચાલુ છે. પાકિસ્તાન વિરૃદ્ધ કડક કાર્યવાહીની દેશભરમાંથી માગ ઉઠી રહી છે. ભારતના સંરક્ષણ મંત્રીએ પણ આતંકી હુમલા પછી કહ્યુ હતુ કે પાકિસ્તાનને આ આતંકવાદના પરિણામ ભોગવવા પડશે.

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના આતંકીઓ છેલ્લા ચાર-પાંચ દિવસથી ત્રાસ મચાવી રહ્યા છે. સંજુવાન કેમ્પ વિસ્તારમાં ચાલી રહેલી લડાઈમાં પાકિસ્તાની આતંકીઓએ ૬ લશ્કરી અધિકારી અને એક નિર્દોષ નાગરિકનો જીવ લઈ લીધો છે. સામે પક્ષે ભારતે પણ આતંકીઓનો ખાત્મો કરવાની કાર્યવાહી ચાલુ રાખી છે.

આ હુમલા પછી પાકિસ્તાનને એવો ડર લાગ્યો છે કે ભારત સરહદે કોઈ આકરી કાર્યવાહી કરશે. પાકિસ્તાન ભારત સામે સીધી રીતે લડી શકે એમ નથી. માટે આતંકવાદને પ્રોત્સાહન આપવાનું અને પછી ધમકી આપવાનું કામ કરે છે. સંજુવાન હુમલા પછી ભારતના સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામને પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યુ હતુ. તેનો જવાબ આપતા  ખુર્રમ દસ્તગીરે આજે કહ્યુ હતુ કે પાકિસ્તાન વિરૃદ્ધ કોઈ પુરાવા વગર ભારત આક્ષેપ લગાવે છે. હવે જો ભારત કંઈ ન કરવા જેવુ પગલું ભરશે તો પાકિસ્તાની સેના લડત આપવા માટે સક્ષમ છે, તેમ તેમણે જણાવ્યુ હતુ.

ભારત પર આક્ષેપ લગાવતા ખુર્રમે કહ્યુ હતુ કે ભારત સરકાર આ પ્રકારના બેજવાબદાર નિવેદનો આપીને એશિયા અને આખા વિશ્વની શાંતિ જોખમમાં મુકી રહી છે. ભારતનો ઈરાદો હંમેશા પાકિસ્તાનને બદનામ કરવાનો રહ્યો છે. પરંતુ પાકિસ્તાન આવા આક્ષેપ કે ધમકી સાંખી નહીં લે.

Post Comments