Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'શપથના 90 દિવસમાં હેકિંગ પર લાવીશ રિપોર્ટ' : ડોનાલ્ડ ટ્રમ્પ

- મારા શાસનમાં રશિયા સાથેના સંબંધો થશે મજબૂત'

ન્યૂયોર્ક, 12 જાન્યુઆરી 2017, ગુરૂવાર


યુએસ પ્રેસિડેન્ટ તરીકે ચુંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે શપથના 90 દિવસની અંદર હેકિંગ વિરોધી યોજના લાવીશું. તેમણે દાવો કર્યો છે કે અમેરિકા પોતાની સાયબર સંપત્તિની સુરક્ષાને લઇને તૈયાર નથી. આ કારણે રશિયા અને ચીન તેમની ઓનલાઈન સિસ્ટમમાંથી ડેટા ચોરી કરી શકે છે. ટ્રમ્પએ જણાવ્યું કે હેકિંગને રોકવા માટે તમામ બંદોબસ્ત કરવામાં આવશે.
 
ટ્રમ્પનો દાવો છે કે તેમના રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળશે ત્યાર બાદ સામ્યવાદી દેશ રશિયાના મનમાં અમેરિકા માટે પહેલાથી વધુ સમ્માન હશે. તેમને કહ્યું કે અમારી પાસે કોઈ રીસેટ બટન નથી. અમે સાથે મળી સારા હશું કે નથી પણ. હું આશા કરું છુ કે અમારી એક બીજા સાથે સારૂ બને, પરંતુ એવું પણ બની શેક કે સારું ન પણ બને કારણે એ પણ સંભવ છે.  
 
જણાવી દઈએ કે આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથેના સંબંધોને મજબુત કરવાને લઇ ઘણા નિવેદનો કરી ચુક્યા છે. તેમણે રાષ્ટ્રપતિ ચુંટણીમાં થયેલા હેકિંગ પાછડ રશિયાનો હાથ હોવાનું માનવાથી પણ ઈન્કાર કરી દીધો હતો. જો કે ત્યાર બાદ ટ્રમ્પે આ વાતનો સ્વીકાર પણ કરી લીધો છે.

Post Comments