Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોલિવૂડના ઑસ્કર વિજેતા પ્રોડયુસર હાર્વે વાઈનસ્ટાઈન બળાત્કારના આરોપી

- 'સેક્સ, લાઈસ એન્ડ વીડિયોટેપ' ફિલ્મના નિર્મતા પોતે જ સેક્સકાંડમાં સપડાયા

- થોડા દિવસ પહેલા બે મહિલાઓએ છેડતીની ફરિયાદ કર્યા પછી હાર્વે વિરૃદ્ધ અનેક હિરોઈનોએ પણ ફરિયાદ કરી : કંપનીએ કાઢી મૂક્યા

લોસ એન્જેલસ, તા.૧૧ ઓક્ટોબર બુધવાર 2017

હોલિવૂડના ફિલ્મ માંધાતા ગણાતા પ્રોડયુસર હાર્વે વાઈનસ્ટાઈન પર હવે બળાતાત્કારનો આરોપ મુકાયો છે. હાર્વે પર થોડા દિવસ પહેલા જ બે મહિલાઓએ શારીરિક છેડતીની ફરિયાદ કરી હતી. એ પછી અન્જેલીના જોલી અને ગ્વીન્થ પેલ્ટ્રો જેવી હિરોઈનોએ પણ હાર્વેની વર્તણૂક અને ચાલ-ચલગતની ટીકા કરી હતી. દરમિયાન હવે ઈટાલિયન હિરોઈન અસિઆ અર્જેન્ટોે અને બીજી બે યુવતીઓએ વાઈનસ્ટાઈન પર બળાત્કારનો આરોપ મૂક્યો છે.

વાઈનસ્ટાઈન ફિલ્મ પ્રોડયુસર છે અને 'ધ વાઈનસ્ટાઈન કંપની' અને 'મિરમેક્સ ફિલ્મ્સ' જેવી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના સ્થાપક છે. પ્રોડયુસર તરીકે વાઈનસ્ટાઈન 'ધ પલ્પ ફિક્શન', 'શેક્સપિયર ઈન લવ', 'કર્લ્ક્સ' જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂક્યા છે. શેક્સપિયર ઈન લવ માટે તેમને ઑસ્કર એવોર્ડ પણ મળ્યો હતો. તેમની એક ફિલ્મનું નામ 'સેક્સ, લાઈસ એન્ડ વીડિયોટેપ' છે. હવે તેના વાસ્તવિક જીવનમાં જ સેક્સ અને લાઈસ (ખોટું બોલવુ) જેવો પ્રસંગ આવી પડયો છે.

હોલિવૂડમાં હાલ મોટાભાગના કલાકારો અને હિરો-હિરોઈન વાઈનસ્ટાઈનની ટીકા કરી ચૂક્યા છે. ધ વેસ્ટઈન કંપનીએ પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી હાર્વેને કાઢી મૂક્યા છે. હાર્વે ૬૫ વર્ષના છે અને હાલ આ બધા આક્ષેપો ખોટા હોવાની દલીલ કરી રહ્યા છે. કુલ મળીને ૧૩ મહિલાઓ એવી છે, જેમનું હાર્વેએ જાતીય શોષણ કર્યું હોય અથવા કરવા પ્રયાસ કર્યો હોય.

અર્જેન્ટોએ પોતાના આક્ષેપમાં કહ્યું હતું કે મારા પર બળાત્કાર થયો એ ૨૦ વર્ષ પહેલાની વાત છે. મને કારકિર્દીનો ડર હતો, એટલે હું ચૂપ હતી. પરંતુ જ્યારે હવે વાઈનસ્ટાઈન વિરૃદ્ધ સત્ય બહાર આવી રહ્યું છે, ત્યારે હું બોલવાની હિંમત કરી શકું છુ.

Post Comments