Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિનપિંગને મૃત્યુપર્યંત પ્રમુખ બનાવવા ચીનના બંધારણમાં ઐતિહાસિક ફેરફાર

- આખરે ચીની સંસદે પ્રમુખ બનવાની બે ટર્મની લિમિટનો કાયદો હટાવ્યો

ચીનના સૌથી શક્તિશાળી નેતા માઓ ત્સે તુંગ સળંગ દસ વર્ષ પ્રમુખપદે રહેતા બંધારણમાં બે ટર્મની લિમિટ કરાઈ

- ચીનની સંસદના ૨,૯૬૪માંથી ફક્ત બે સભ્યે બંધારણમાંથી પ્રમુખપદની લિમિટ દૂર કરવાના વિરોધમાં મત આપ્યો

- ગયા વર્ષે આયોજિત કોમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસમાં જિનપિંગના વિચારોને બંધારણમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો

બેજિંગ, તા.૧૧ માર્ચ 2018, રવિવાર

ચીને પ્રમુખ શી જિનપિંગને મૃત્યુપર્યંત પ્રમુખ બનાવવા માટે બંધારણની બે ટર્મની લિમિટના નિયમને આખરે હટાવી દીધી છે. આ ઐતિહાસિક નિર્ણય પછી જિનપિંગ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક માઓ ત્સે તુંગ પછીના સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે. ચીને હાલમાં જ અભ્યાસક્રમમાં ૬૪ વર્ષીય જિનપિંગની રાજનીતિનો વિષય દાખલ કરીને સંકેત આપી દીધો હતો કે, તેઓ જિનપિંગ વિશે શું વિચારી રહ્યા છે.

ચીને બંધારણમાંથી પ્રમુખપદ માટેની બે ટર્મની લિમિટના નિયમને હટાવી દેતા જિનપિંગ આડકતરી રીતે ત્રીજી વાર પ્રમુખ બની જ ગયા છે. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ ગયા અઠવાડિયે સંસદમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે ચીનમાં અનેક લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ ચીનના સામ્યવાદી નેતાઓને વિરોધનો સૂર સાંભળવાની આદત નથી. ચીનની સંસદના ૨,૯૬૪ સભ્યમાંથી ફક્ત બે જ સભ્યે બંધારણમાંથી પ્રમુખપદની લિમિટ દૂર કરવાના વિરોધમાં મત આપ્યો છે, જ્યારે ફક્ત ત્રણ સભ્યે મતદાનમાં હિસ્સો નહોતો લીધો.

શી જિનપિંગ ૨૦૧૨માં પહેલીવાર ચીનના પ્રમુખ બન્યા હતા. ગયા વર્ષે કોમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસમાં તેમને બીજી વાર ચીનના પ્રમુખ બનાવાયા હતા. હવે તેમનો કાર્યકાળ ૨૦૨૩ સુધી ચાલશે. આ કોંગ્રેસમાં જિનપિંગની પક્ષ પ્રમુખ તરીકે પણ બીજી વાર વરણી કરાઇ હતી અને તેમના વિચારોને બંધારણમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો. ચીનના પ્રમુખ ડેંગ જાઓપિંગે ૧૯૮૨માં એક વિધેયક પસાર કરાવ્યું હતું, જે અંતર્ગત કોઇ પણ વ્યક્તિ બે ટર્મથી વધુ વાર ચીનનો પ્રમુખ ના બની શકે. એવું કહેવાય છે કે, માઓ ત્સે તુંગ ૧૯૬૬થી ૧૯૭૬ સુધી ચીનના પ્રમુખ રહ્યા એટલે જાઓપિંગે આ વિધેયક પસાર કરાવ્યું હતું. આ દરમિયાન ચીનમાં થયેલી સાંસ્કૃતિક ક્રાંતિમાં અનેક નાગરિકોના મોત પણ થઇ ગયા હતા.

જિનપિંગ આજીવન પ્રમુખ રહે તો ભારતને ખતરો?

જો શી જિનપિંગ ચીનના મૃત્યુપર્યંત પ્રમુખ બની જશે તો તેમને અસીમિત તાકાત મળી જશે. ભારત સહિતના કોઈ પણ દેશ સામે આકરું વલણ અપનાવ્યા પછી તેમને સત્તા ખોવાનો ભય નહીં રહે. છેલ્લાં ઘણાં સમયથી ચીન દક્ષિણ ચીન સમુદ્ર અને દોકલામમાં લશ્કરી શક્તિનું પ્રદર્શન કરી ચૂક્યું છે. આ સ્થિતિમાં જિનપિંગ ભારત માટે મોટો ખતરો બની શકે છે.  

જિનપિંગના કાર્યકાળમાં ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ ગમે તે ભોગે પૂરી કરવાનો પ્રયાસ થઇ શકે છે કારણ કે, વન બેલ્ટ, વન રોડ તેમનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. પાકિસ્તાન પણ આર્થિક રીતે ચીન પર નિર્ભર છે, જે ભારત માટે યોગ્ય નહીં હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે. જિનપિંગને વધુ રાજકીય શક્તિ મળશે તો તેઓ પાડોશી દેશો સાથે આકરું વલણ રાખશે એ વાતમાં કોઈ શંકા નથી.

Post Comments