Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇન્ડોનેશિયા પરથી પસાર થાતાં વિમાનના ક્રૂ મેમ્બર માટે હિજાબ પહેરવો ફરજિયાત

- ફ્લાઇટમાં પણ ઇસ્લામીક કાયદો લાગુ કરી લોકોને આશ્ચર્યમાં મુક્યા

- બિન મુસ્લિમોને આ નિયમ લાગુ નહીં પડે, સોશિયલ મીડિયા પર લોકોએ પગલાની ભારે ટીકા કરી

બાંદા એસ, તા. 11 ફેબ્રુઆરી, 2018, રવિવાર

મુસ્લિમ બહુમત ધરાવતા દેશ ઇન્ડોનેશિયાએ એક વીચીત્ર પ્રકારનો નિયમ જારી કર્યો છે. હવેથી ઇન્ડોનેશિયાના એસ પ્રાંત પરથી કોઇ મુસ્લિમ ક્રુ ફ્લાઇટમાં પસાર થાય તો તેણે ફરજીયાત પોતાનું માથુ ઢાંકવાનું રહેશે. ઇન્ડોનેશિયામાં આ પ્રાંત કટ્ટરવાદને કારણે ભારે ચર્ચામાં છે. અહીં ઇસ્લામીક કાયદો લાગુ કરવામાં આવ્યો છે અને ઇન્ડોનેશિનો એકમાત્ર એવો પ્રાંત છે કે જ્યાં આ કાયદો લાગુ કરાયો હોય.

અહીંની ઓથોરિટીએ જારી કરેલા પત્રમાં જણાવ્યું હતું કે જ્યારે પણ આ વિસ્તારમાંથી કોઇ ફ્લાઇટ પસાર થાય કે અહીંથી ઉડાન ભરે કે ઉતરે ત્યારે જે તે ફ્લાઇટમાં સવાર ક્રુ મેમ્બરે પોતાનું માથુ ઢાંકી લેવાનું રહેશે. જો મહિલા ક્રુ મેમ્બર હોય તો તેણે હીજાબ પહેરવાનો રહેશે. સરીયત અનુસાર મહિલાએ માથુ ઢાંકવુ ફરજીયાત છે તેવો દાવો આ પત્રમાં કરવામાં આવ્યો છે.

જોકે જે ક્રુ મેમ્બર મુસ્લિમ નથી તેઓએ હીજાબ પહેરનો ફરજીયાત નથી. પણ જો મુસ્લિમ ક્રુ મેમ્બર હોય તો તેઓએ માથુ ફરજીયાત ઢાંકવાનું રહેશે. જે પણ સ્થાનિક એરલાઇન્સ છે તેઓએ પણ આ પગલાને કોઇ વિરોધ વગર જ સ્વીકારવું પડયું હતું. અહીં મુસ્લિમ મહિલાઓ પર અનેક કઠોર કાયદા થોપવામાં આવ્યા છે. સોશીયલ મીડિયા પર લોકોઆ આ પગલાની ભારે ટીકા કરી હતી.

Post Comments