Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાર્લી-ડેવિડસને બ્રેક ફેલની સમસ્યા મુદ્દે ૨.૫૦ લાખ બાઈક પરત લીધા

- અમેરિકાની બાઈક કંપની

- બ્રેક ઓઇલ ન બદલવાથી તેના વાલ્વ કાટખાઈને કામ આપતા ન હતા : જેના કારણે બ્રેક અચાનક બંધ થઇ જતી હતી

શિકાગો, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

અમેરિકાની મોટર સાઇકલ બનાવતી કંપની હાર્લી ડેવિડસને બ્રેકની નિષ્ફળતાના મુદ્દે ૨,૫૧,૦૦૦ મોટરબાઈક પરત મંગાવી છે. જો કે આ માંગણી સ્વૈચ્છિક,એટલે કે જે બાઈક માલીક બાઈક બદલવા માંગતા હોય તે પરત મોકલી શકશે.

હાર્લી-ડેવિડસને બહાર પાડેલા સી.વી.ઓ. ટુરિંગ અને વી.એસ.આર.સી. મોડલનો આ જોગવાઈમાં સમાવેશ થાય છે. જેમાં બ્રેક માર્યા બાદ, તેના પરથી દબાણ ખસેડી લેવા છતા, બ્રેક લોક થઇ જવાથી બાઈક સ્લિપ થવાના કે અનિયંત્રીત થઇ જવાના બનાવો વધી રહ્યા હતા. વળી કંપનીએ વેચેલી અઢીલાખ બાઈક પૈકી ૧,૭૫,૦૦૦ બાઈક અમેરિકામાં વેચાયેલી છે. જ્યાં ગ્રાહકો પોતને વેઠવી પડેલી કોઈપણ ક્ષતિ માટે પૂરતા સજાગ હોય છે.

બાઈકમાં વપરાયેલી એન્ટિ લોક બ્રેક સિસ્ટમ 'બ્રેક ઓઇલ' પર કામ કરે છે. જે સામાન્ય રીતે અમુક કિ.મી. બાદ અને સામાન્ય સંજોગોમાં બે વર્ષે બદલી નાંખવું જરૃરી ચે કેમ કે ઓઇલમાં ભેજનું પાણી બનીને ભળતું જતું હોય છે જે બ્રેકનો શૂને પૂશ કરનારા પૂશર અને વાલ્વને કાટ અને ઘસારાથી ક્ષતિ પહોંચાડે છે. સરવાળે ઘણીવાર આકસ્મિક બ્રેક મારવાના સમયે બ્રેક લાગતી ન હતી.

આવી ૪૩ ફરિયાદો આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રીય 'હાઈવે ટ્રાફિક સેફ્ટિ એડમિનીસ્ટ્રેશને બ્રેકની સમસ્યાની તપાસ ચાલુ કરી હતી. બ્રેકને કારણે ત્રણ બાઈક ભટકાઈને ભૂક્કો બોલી ગયો હતો. બે ઘટનામાં સવારો ગંભીર ઘવાયા હતા. બ્રેક ઓઇલ ન બદલવાથી આ સમસ્યા સર્જાતી હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમ છતાં કંપનીએ સ્વૈચ્છીક બ્રેક બદલી આપવા કે પરત લેવા તૈયારી દર્શાવી છે.'

Post Comments