Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક.માં શિયા હઝારા પરિવાર પર હુમલો 12 વર્ષના બાળક સહિત ચારની હત્યા

- અજાણ્યા બંદુકધારીએ પેટ્રોલ પુરાવવા ઊભેલા વાહન પર આડેધડ ગોળીબાર કર્યો

(પીટીઆઇ) કરાચી, તા. 11 સપ્ટેમ્બર, 2017, સોમવાર

પાકિસ્તાનનાં અશાંત એવા બલુચીસ્તાન પ્રાંતમાં શિયાઓ પર કરવામાં આવતા હુમલામાં આજે એક વધુ હુમલો કરાયો હતો. અજાણ્યા બંદુકધારીએ વાહન પર આડેધડ ગોળીબાર કરતાં 12 વર્ષના એક બાળક સહિત લઘુમતી શિયા પરિવારના ચાર જણા માર્યા ગયા હતા.

કુચતક વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે જ્યારે બે મહિલાઓ સહિત શિયા સંપ્રદાયના આઠ લોકો ચમનથી ક્વેટા આવી રહ્યા હતા ત્યારે અફઘાન સરહદે હુમલો કરાયો હતો.

આ વાહન પેટ્રોલ ભરાવવા માટે રોકાયું હતું. દરમિયાન, બાઇક પર આવેલા બે જણાએ આડેઘડ ગોળીબાર કરીને ત્રણ જણાને ઘટના સ્થળે જ મારી નાખ્યા હતા અને ત્રણ જણાને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

માર્યા ગયેલાઓમાં 12 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થયો હતો, એમ પોલીસે કહ્યું હતું. પુરૃષો વાહનની બહાર ઊભા હતા ત્યારે બાઇક સવારોએ આડેધડ ગોળીબાર કર્યો હતો જ્યારે વાહનમાં બેઠેલી  બે મહિલાઓ બચી ગઇ હતી.

ઘાયલોને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘાયલ બાળકનું મોત થયું હતું. હુમલાની કોઇએ પણ જવાબદારી લીધી નહતી. બલુચિસ્તાના મુખ્ય પ્રધાન સમાઉલ્લાહ ઝેહરીએ આ ઘટના અંગે દુ:ખ  વ્યક્ત કર્યો હતો અને હત્યાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.

તેમણે સત્તાવાળાઓને હત્યારાઓને પકડીને તેમની સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. હઝારા પરિવાર શિયા સંપ્રદાયનો એક ભાગ છે જેઓ  બલુચિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહે છે. અનેક વખતે સુન્ની જેહાદીઓએ તેમે નિશાન બનાવ્યા હતા.

છેલ્લા કેટલાક વર્ષોમાં હઝારા પરિવારના  સેંકડો લોકોને ગાળીબારમાં અથવા તો આત્મઘાતી હુમલામાં મારી નાંખવામાં આવ્યા હતા.

Post Comments