Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના પૂર્વ કાંઠે પ્રચંડ બરફવર્ષાથી જનજીવન ઠપ : ૨૭૦૦ ફ્લાઇટ રદ્

- એક સપ્તાહમાં બીજી વાર કુદરતી આફત

- ન્યુ જર્સી, ન્યૂ યોર્કના કેટલાક વિસ્તારોમાં બે ફૂટ બરફ છવાયો, સંખ્યાબંધ ઘરોમાં વીજળી ડૂલ

ન્યૂ યોર્ક, તા.૮  માર્ચ 2018, ગુરૂવાર

એક સપ્તાહના ગાળામાં અમેરિકાના પૂર્વ દરિયાકાંઠે ફરીથી બરફનું ભારે તોફાન સર્જાયું હતું. તોફાની બરફવર્ષાને કારણે ન્યૂ યોર્કની ૧૯૦૦થી ૨૭૦૦ જેટલી ફ્લાઇટ રદ થઇ હતી. બરફવર્ષા દરમિયાન સતત વીજ કડાકા અને ગડગડાટ થતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આવું ભયંકર તોફાન ભાગ્યે જ થતું હોય છે.

બરફવર્ષાને કારણે ફિલાડેલ્ફિયાથી ન્યૂ યોર્ક સુધીના ૫ કરોડ લોકો વીજપૂરવઠા વિના રહ્યા હતા. અગાઉની બરફવર્ષાની કળ વળે તે પહેલા ભારે તોફાનથી લોકો ભયભીત થઇ ગયા હતા.સત્તાવાળાઓએ લોકોને ઘરની બહાર નહીં નીકળવા ચેતવણી આપી હતી. બેઘર સર્વિસ સ્ટેશને વોર્નિંગ જારી કરી હતી.

પેન્સીલવેનિયા, ન્યૂ જર્સી અને ન્યૂ યોર્કમાં એક ફૂટ બરફવર્ષાની આગાહી પણ થઇ હતી.એક અહેવાલ પ્રમાણે ન્યૂ યોર્ક શહેરમાં ૮થી ૧૨ ઈંચ બરફવર્ષા થવાની શક્યતા હતી.બોસ્ટન, ન્યૂ યોર્ક, ન્યૂ આર્ક, ન્યૂ જર્સી અને ફિલાડેલ્ફિયામાં ૨૬૦૦ ફ્લાઇટ રદ થઇ હતી. એમટ્રેક રેલવે રદ થઇ હતી. માર્ચની ત્રીજીએ બરફના તોફાનમાં સાતના મોત થયા હતા ને લાખો લોકો વીજપૂરવઠા વિના રહ્યા હતા.

બુધવારે શરૃ થયેલી બરફવર્ષાને પગલે મોન્ટવિલે અને ન્યૂ જર્સીના કેટલાક વિસ્તારોમાં ૨૬ ઈંચ બરફ છવાયો હતો. ફિલાડેલ્ફીયા એરપોર્ટ પર છ ઈંચ બરફ  છવાતા તમામ ફલાઇટ રદ થઇ હતી.

ફિલાડેલ્ફીયાાં મહિલા બાસ્કેટ બોલની ટીમની બસ બરફમાં ફસાઇ જતા ખેલાડીઓએ ધક્કા મારી બહાર કાઢી હતી. ન્યૂ યોર્ક સીટી મેટ્રો રેલ રોડ સેવા પણ રદ થઇ હતી. રેલ ટ્રેક પર વૃક્ષો ધરાશાયી થતાં રેલ વ્યવહાર ઠપ થયો હતો.

Post Comments