Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાની સંસદમાં ગ્રીન કાર્ડ વધારવાનું બિલ રજુ, ભારતીયોને થશે ફાયદો

- સિક્યોરીંગ અમેરિકાઝ ફ્યુચર એક્ટ નામે બિલ રજૂ કરવામાં આવ્યું

- સરકારે ગ્રીન કાર્ડ આપવાની મર્યાદાને 1.2 લાખથી વધારીને 1.75 લાખ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો

વોશિંગ્ટન, તા. 11 જાન્યુઆરી 2018, ગુરૂવાર

અમેરિકાની સંસદમાં દેશમાં યોગ્યતા આધારિત પરદેશગમન અને વર્ષે 45% ગ્રીન કાર્ડ વધારવાના મામલે એક બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલને ટ્રમ્પ સરકારનું પુરૂં સમર્થન મળ્યું છે. તેથી આ બિલ પસાર થવાની શક્યતાઓ વધારે જણાઇ રહી છે. આ બિલ પસાર થવાથી અમેરિકામાં વસતા લગભગ 5 લાખ જેટલા ભારતીયોને જે ગ્રીન કાર્ડ માટે રાહ જોઇ રહ્યાં છે તેને સીધો લાભ મળશે.

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવામાં ભારતીયો સિવાય આફ્રિકા, યુરોપ, કેનેડાના લોકો પણ સામેલ છે. જેમાં ભારતીયોના આંકડા ખૂબ વધારે છે. સિક્યોરીંગ અમેરિકાઝ ફ્યુચર એક્ટ નામે રજૂ કરવામાં આવેલ આ બિલ પસાર થવાથી અમેરિકામાં અપ્રવાસીનો આંકડો 10 લાખથી ઘટીને અઢી લાખ થઇ જશે. આ બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પર સહી કરશે.

અમેરિકામાં વસતા ભારતીયો ગ્રીન કાર્ડ મેળવવા માટે પોતાના H1-B વિઝા વધારવા પર મજબૂર છે, પરંતુ ટ્રમ્પ સરકાર દ્વારા ગ્રીન કાર્ડ આપવાની મર્યાદાને 1.2 લાખથી 45% વધારીને 1.75 લાખ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments