Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંગત માહિતીના દૂરુપયોગ માટે ફેસબૂકને સ્પેનમાં 11 લાખ પાઉન્ડનો દંડ

- ફેબસૂકે યુઝર્સની જાણ બહાર તેની અંગત માહિતીનો ઉપયોગ કર્યો

- યુઝર્સની જન્મ તારીખ, મેઈલ-આઈડી, પ્રવાસ સ્થળ, ગૂગલ સર્ચની આદત વગેરે કલેક્ટ કરીને ફેસબૂક તેનો ઉપયોગ

મેડ્રીડ, તા. 11 સપ્ટેમ્બર, 2017, સોમવાર

અંગત માહિતીના દુરુપયોગ બદલ ફેસબૂકને સ્પેનિશ વોચડોગ એજન્સીએ 11 લાખ પાઉન્ડ (અંદાજે 9.17 કરોડ રૃપિયા)નો દંડ ફટકાર્યો હતો. યુરોપિયન દેશ સ્પેનના સત્તાધિશોએ જણાવ્યુ હતું કે ફેસબૂકે કુલ મળીને 3 વખત અંગત માહિતીના સ્પેનિશ કાયદાનો ભંગ કર્યો હતો.

યુઝર્સની માહિતી એકઠી કર્યા પછી તેનો ક્યાં ઉપયોગ કરવામમાં આવે છે, એ જાણકારી ફેસબૂકે આપી ન હતી. માટે તેના આ દંડ થયો હતો.

ફેસબૂક વપરાશકારોની ઘણી માહિતી એકઠી કરે છે. જેમ કે જાતિ, જન્મ તારીખ, ફોન નંબર, મેઈલ-આઈડી, વિચારધારા, સર્ચ કરવાની આદત.. વગેરે. પછી ફેસબૂક આ માહિતીનો ઉપયોગ એટવર્ટાઈઝમેન્ટ માટે કરે છે.

પરંતુ ફેસબૂકે વપરાશકર્તાને જણાવ્યું ન હતું કે તેમની પાસેથી મળેલી માહિતીનો ક્યાં ઉગયોગ થશે. વધુમાં ફેસબૂક દ્વારા ગેરકાયદેસર રીતે માહિતી એકઠી કરાતી હોવાનો બનાવ પણ સ્પેનિશ વોચડોગ એટલે કે ડેટા નિયંત્રણ કરતી એજન્સીના ધ્યાનમાં આવ્યું હતું.

યુરોપના ઘણા દેશોમાં પ્રાઈવસી (ગુપ્તતા)ના કાયદા અત્યંત કડક છે. ભારતમાં હમણાં સુપ્રીમ કોર્ટે ગુપ્તતાને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. પરંતુ એ સબંધિત કડક કાનૂન બનવા અને તેનો અમલ થવાનો બાકી છે. પરિણામે ભારત જેવા અનેક દેશોમાંથી ફેસબૂક અંગત માહિતી એકઠી કરતું રહે છે.

પરંતુ સ્પેનની સરકારને ફેસબૂકની એ દાદાગીરી મંજૂર નથી. માટે આ આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો.ફેસબૂક દ્વારા લોકોની માહિતી એકઠી કરાઈ રહી હોવાથી યુરોપના ઘણા દેશોમાં તેની સામે કેસ ચાલે છે. તો વળી અગાઉ કેટલીય વખત આ પ્રકારે દંડ પણ થઈ ચૂક્યા છે.

બે અબજ પાઉન્ડના તોતિંગ દંડ સામે ગૂગલની યુરોપિયન કોર્ટમાં અપીલ

દરમિયાન ગૂગલ પર પણ આવા ઘણા દંડ લાગુ પડયા છે. યુરોપિયન કમિશને જૂન મહિનામાં ગૂગલને ૨ અબજ પાઉન્ડ (૧૬૮ અબજ રૃપિયા)નો દંડ ફટકાર્યો હતો. એ દંડ સામે ગૂગલે હવે યુરોપિયન કોર્ટમાં અપીલ કરી હતી. ગૂગલને થયેલો આ સૌથી મોટો દંડ હતો.

યુરોપિયન સંઘના કાયદાની અવગણના કરી હતી. ગૂગલ સર્ચ કરનારને શોપિંગ માટે માત્ર મોટી કંપનીઓનું જ રિઝલ્ટ બતાવતું હતું, જ્યારે નાની કંપનીઓની અવગણના કરતું હતું. એટલે કે ગૂગલ સર્ચ એન્જિન શોપિંગ સર્ચ માટે પક્ષપાતી વલણ દાખવતુ હતું.

યુરોપિયન કાયદા પ્રમાણે આ પક્ષપાત ગેરકાયદેસર છે.  માટે યુરોપિયન કમિશને ૨ અબજ પાઉન્ડનો તોતિંગ દંડ ફટકાર્યો હતો. ગૂગલે એ દંડ ભરવાને બદલે તેની સામે યુરોપિયન સંઘમાં અપીલ કરવાની જાહેરાત કરી હતી.

Post Comments