Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તાનાશાહ ઉ. કોરિયાએ એશિયાને બાનમાં લીધું, દરેક દેશ એક થઇ લડત આપે : ટ્રમ્પ

- વિયેતનામમાં ટ્રમ્પનું એશિયન દેશોને આહવાન

- એશિયાના માયાળુ નાગરિકોને કોઇ દેશ પરમાણુ હૂમલાની ધમકી આપી ડરાવી નહીં શકે

દનાંગ (વીયેતનામ), તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એશિયાના દેશોની મુલાકાતે છે. તેઓએ આ દરમિયાન ઉત્તર કોરિયા પર આકરા પ્રહારો કર્યા હતા સાથે એશિયાના દેશોને એક થઇ જવાનું આહવાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ એશિયાને બાનમાં લીધુ છે. જેને પગલે આ તાનાશાહ દેશ સામે અવાજ ઉઠાવવા માટે એશિયાના દેશોએ એક થઇને લડાઇ લડવી પડશે.

વીયેતનામમાં યોજાયેલ એશિયા સ્પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન (એપીઇસી) ફોરમમાં બોલતી વેળાએ ટ્રમ્પે કહ્યું હતું કે કોઇ પણ તાનાશાહ શાસક પરમાણુ હથિયારોની ધમકી આપી એશિયાના આ સંુદર નાગરીકોનું અપહરણ નહીં કરી શકે. ઉત્તર કોરિયા સામે લડવા માટે દરેક એશિયાના દેશોએ એક થઇ જવા માટે પણ ટ્રમ્પે આહવાન કર્યું હતું.

સાથે ઉત્તર કોરિયાની સાથે દરેક પ્રકારના વ્યવહારો તોડી નાખવા પણ ટ્રમ્પે એશિયાના દેશોને કહ્યું હતું. સાથે ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે ઉત્તર કોરિયાની શાન ઠેકાણે લાવવામાં ચીન એશિયાના દેશોમાં મહત્વની ભૂમીકા અદા કરી શકે છે. અમેરિકા પણ આ મામલે દરેક પ્રકારના પગલા લેવા માટે તૈયાર છે અને આગામી દિવસોમાં તેની અસર પણ જોવા મળશે તેવો દાવો ટ્રમ્પે કર્યો હતો.

Post Comments