Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેર પાસે સમુદ્રમાં તરતો દેખાયો બરફનો વિશાળકાય પહાડ

- ટાઈટેનિક ટકરાયું તેના કરતા પણ વિશાળ છે આ હિમશીલા

કેનેડા, 21 એપ્રિલ 2017, શુક્રવાર

કેનેડાના ફેરીલેન્ડમાં લોકો તે સમયે હેરાન થઇ ગયા જયારે તેમણે સમુદ્રમાં તરતો વિશાળકાય બરફનો પહાડ (આઈસબર્ગ) જોયો. જયારે ફેરીલેન્ડ પાસે સમુદ્રમાં લગભગ 150 ફૂટ ઉંચો અઈબર્ગ નજર આવ્યો કે આ નાના શહેરમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી.

પાણીમાં તરતા આ બરફના પહાડની તસ્વીરો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થવા લાગ્યા. લોકોએ તેની સાથે સેલ્ફી લેવાનો મોકો પણ છોડયો ન હોત. આ બરફના પહાડને જોવા એટલા બધા લોકો આવવા લાગ્યા કે આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

કેનેડાના પૂર્વીય તટ પાસે ન્યુફાઉન્ડલેન્ડ થી લેબ્રાડોર પ્રાંત વચ્ચેના વિસ્તારને આઈસબર્ગ એલી કહેવામાં આવે છે. તેન પાસેથી દરવર્ષે 600થી પણ વધુ આઈસબર્ગ તરતા પસાર થાય છે. પરંતુ ફેરીલેન્ડ પાસે જોવા મળેલા આ આઈસવર્ગની ચર્ચા વધુ થઇ રહી છે કારણ કે આ તેની સાઈઝ ઘણી વિશાળ છે. જો કે અહિયાં બીજા આઈસબર્ગ સમુદ્ર તટથી દુર તરતા નીકળે છે પરંતુ આ તો સમુદ્ર તટ પાસે જ પહોંચી ગયો છે. એટલો નજીક કે લોકો તેની સાથે ફોટો પણ પડી શકે છે.

ફેરીલેન્ડના મેયર એડન કાવાનાધ પણ તેને જોઈ અચંબામાં પડી ગયા છે. તેઓ જણાવે છે કે આ વિસ્તારમાં મારા દ્વારા જોવા મળેલો સૌથી મોટો આઈસબર્ગ છે. જે બરફના પહાડ એટલે કે આઇસબર્ગએ ટાઈટેનિકને ડુબાડ્યુ હતું, તે આઇસબર્ગ કરતા પણ ખુબ વિશાળ છે.
 

Post Comments