Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકાના ટેક્સાસમાં ગોળીબાર હુમલાખોર સહિત આઠનાં મોત

- ટીવી પર ફુટબોલ મેચ નિહાળી રહેલા લોકો પર ગોળીબાર કર્યો, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો

વોશિંગ્ટન, તા. 11 સપ્ટેમ્બર, 2017, સોમવાર

અમેરિકામાં ગોળીબારની વધુ એક ઘટના સામે આવી છે. ટેક્સાસના પ્લાનો શહેરમાં રવિવારે રાત્રે ગોળીબારની ઘટના સામે આવી હતી. જેમાં ગોળીબાર કરનાર શખ્સ સહીત આઠ લોકોના મોત નિપજ્યા છે. જે સ્થળે ગોળીબાર થયો તે રહેણાંકી વિસ્તાર છે.

સમગ્ર ઘટનાને જોનારા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે એક શખ્સે અહીં એક મહિલાના ઘરનો દરવાજો ખખડાવ્યો, દરવાજો ખોલતા આ શખ્સ બંદુક હાથમાં રાખી ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો હતો. બાદમાં તેણે સીધી ગોળી ચલાવી દીધી હતી. આ દરમિયાન ઘરમાં હાજર અન્ય છ લોકો મળી કુલ સાત લોકોની હત્યા કરી આ શખ્સ નાસવા જતો હતો પણ પોલીસ સમયસર પહોંચી જતા તેને ત્યાં જ ઠાર કરવામાં આવ્યો હતો.

જ્યારે આ ગોળીબાર થયો ત્યારે ઘરમાં હાજર બાકી લોકો ટીવી પર ફૂટબોલની રમત જોઇ રહ્યા હતા. સાથે ઘરમાં પાર્ટીનો પણ માહોલ હતો. હાલ એ ખ્યાલ નથી આવી શક્યો કે આ ગોળીબાર કેમ કરવામાં આવ્યો હતો અને ગોળીબાર કરનાર શખ્સ અને મહિલાની વચ્ચે કોઇ સંબંધ છે કે નહીં.

પોલીસે હથિયાર જપ્ત કરીને તેમજ સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમેરિકામાં હવે ગોળીબારની ઘટના બહુ જ સામાન્ય બની રહી છે. અહીં હર કોઇને બંદુકનું લાઇસન્સ સહેલાઇથી મળી જાય છે.
 

Post Comments