Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇજિપ્તના સિનાઇમાં આતંકીઓએ 18 પોલીસની હત્યા કરી

- પોલીસે જવાબી કાર્યવાહીમાં ત્રણને ઠાર માર્યા

કૈરો, તા. 11 સપ્ટેમ્બર, 2017, સોમવાર

ઇજીપ્તમાં  ઉત્તરીય સિનાઇના અલ- આરિશ શહેરમાં કરવામાં આવેલા સૌથી ઘાતક હુમલાઓ પૈકીના એકમાં ભારે શસ્ત્રો લઇને આવેલા ઇસ્લામિક ઉગ્રવાદીઓએ પોલીસ કાફલા પર પીછો કરીને ૧૮ પોલીસોને મારી નાંખ્યા હતા અને આઠ અન્યોને ઘાયલ કર્યા હતા.

સુરક્ષા દળોએ કહ્યું હતું કે  સેનાના વાહન પર રોડ સાઇટના  બોમ્બથી ઉડાડી  ચાર વાહનોને આગ ચાંપી દીધી હતી. ત્યાર પછી બંદુકઘારીઓએ આડેધડ ગોળીબાર કર્યો હતો. ભોગ બનેલા માત્ર ચારને ઓળખી કાઢવામાં આવ્યા હતા.

હુમલામાં ચાર પોલીસ અને ચાર તબીબોને પણ ઇજા થઇ હતી. આતંકીઓ એમ્બ્યુલેન્સ પર પણ હુમલો કરતાં અને આગ ફેંકતા વાહનો પણ  તરત જ ઘટના સ્થળે જઇ શક્યા નહતા. માર્યા ગયેલાઓ પૈકી માત્ર બેને જ ઓળખી શકાયા હતા. પોલીસે આતંકીઓનો પીછો કર્યો હતો અને ત્રણને ઠાર માર્યા હતા. હાલમાં તે વિસ્તારમાં તલાશી અભિયાન જારી છે.

Post Comments