Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લશ્કર-એ-તૈયબામાં આંતરિક ખટરાગ, લશ્કરના સહસ્થાપકે બનાવ્યું નવું સંગઠન

- સંગઠન પાસે ફંડ ઓછું હોવાને કારણે આતંકીઓ પરસ્પર એકબીજા સાથે લડાઇ કરી રહ્યા છે

- આમિર હમઝાએ LeTથી અલગ થઇ જૈશ-એ-મનક્ફા નામનું આતંકી સંગઠન સ્થાપ્યું

નવી દિલ્હી, તા. 12 માર્ચ 2018, સોમવાર 
 
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)માં અંદરોઅંદર ઝઘડો શરૂ થઇ ગયો છે. સૂત્રોનું કહેવું છે કે સંગઠન પાસે ફંડ ઓછું હોવાને કારણે આતંકવાદીઓ પરસ્પર એકબીજા સાથે લડાઇ કરી રહ્યા છે. લશ્કરના સહસ્થાપક સભ્ય મૌલાના આમિર હમઝા અત્યાર સુધી હાફિઝ સઇદના સહકારથી આતંકવાદી સંગઠનનું સંચાલન કરતો હતો. 
 
હાફિઝ સઇદના આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા (JUD) પર બેન લાગ્યા બાદ હાફિઝે મૌલાના આમિર હમઝાને મળતું ફન્ડિંગ બંધ કરી દીધું. જેના લીધે મૌલાના આમિર હમઝા હાફિઝ સઇદથી નારાજ છે. હવે લશ્કર-એ-તૈયબાથી અલગ થઇને મૌલાના આમિર હમઝાએ નવા આતંકવાદી સંગઠન જૈશ-એ-મનક્ફા (Jaish-e-Manqafa)ની સ્થાપના કરી છે. 
 
મૌલાના આમિર હમઝા લશ્કરની મદદથી નવા આતંકવાદી સંગઠન જૈશ-એ-મનક્ફા મારફતે પાકિસ્તાનમાં ફંડ એકઠું કરી રહ્યો છે. તે આ નવા આતંકવાદી સંગઠન મારફતે કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનું પ્લાન કરી રહ્યો છે. મૌલાના આમિર હમઝા 26/11 મુંબઇ હુમલામાં ભારતનો મોસ્ટવૉન્ટેડ આરોપી છે. 

Post Comments