પાક. સરકાર પુરાવા રજૂ નહીં કરે તો હાફીઝ સઇદને છોડી મૂકીશું : લાહોર હાઇકોર્ટ
- મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ ૩૧ જાન્યુ.થી નજરકેદમાં
- ફક્ત અખબારના અહેવાલને આધારે કોઇ પણ વ્યકિતની લાંબા સમય સુધી અટકાયત કરી શકાય નહીં : કેસની સુનાવણી ૧૩ ઓક્ટોબર સુધી સ્થગિત
(પીટીઆઇ) લાહોર, તા. ૧૧ ઓક્ટોબર બુધવાર 2017
જો પાકિસ્તાનની સરકાર પુરાવા રજૂ નહીં કરે તો મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફીઝ સઇદની નજરકેદ રદ કરવામાં આવશે તેમ લાહોર હાઇકોર્ટે આજે જણાવ્યું હતું.
જમાત-ઉદ-દાવાનો વડો હાફીઝ સઇદ ૩૧ જાન્યુઆરીથી નજરકેદ હેઠળ છે. લાહોર હાઇકોર્ટે ગઇકાલે નજરકેદ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી.
આ સુનાવણી દરમિયાન ગૃહ સચિવ હાજર ન રહેતા કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત અખબારના અહેવાલને આધારે કોઇ પણ વ્યકિતની લાંબા સમય સુધી અટકાયત કરી શકાય નહીં.
ન્યાયમૂર્તિ સૈયદ મઝહરઅલી અકબર નકવીએ જણાવ્યું હતું કે સરકારની વર્તણૂક પરથી લાગી રહ્યું છે કે તેની પાસે આરોપીઓ વિરુદ્ધ કોઇ પુરાવા નથી. જો કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો નજરકેદ રદ કરવામાં આવશે.
ડેપ્યુટી એટર્ની જનરલ ઉપરાંત ગૃહ મંત્રાલયના અધિકારી કોર્ટમાં હાજર રહ્યાં હતાં. આ બંને અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે ઇસ્લામાબાદમાં સત્તાવાર જવાબદારીમાં વ્યસ્ત હોવાને કારણે ગૃહ સચિવ કોર્ટમાં હાજર રહી શક્યા નથી.
સરકાર દ્વારા ફરી એક વખત સુનાવણી સ્થગિત કરવાની અપીલ કરવામાં આવતા કોર્ટે જણાવ્યું હતું કે અધિકારીઓ ઇચ્છે છે કે કોર્ટ કામ કરવાનું જ બંધ કરી દે. જજે ૧૩ ઓક્ટોબર સુધી કેસની સુનાવણી સ્થગિત કરી છે.
સઇદ અને તેમના ચાર સાથીઓ અબ્દુલ્લાહ ઉબૈદ, મલિક ઝફર ઇકબાલ અબ્દુલરહેમાન આબીદ અને કાઝી કાશિક હુસેનને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ નજરકેદમાં રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૨૫ સપ્ટેમ્બરે સઇદ અને તેમના સાથીઓની નજરકેદ વધુ ૩૦ દિવસ સુધી લંબાવવામાં આવી હતી.
Post Comments
બેડમિંટન લેજન્ડ ગોપીચંદના માર્ગદર્શનમાં ટ્રેનિંગ માટે પસંદગી
સિક્સ રેડ સ્નૂકર ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશી
૨૦૧૯ના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬ જુને મુકાબલો
શારજાહની આંધી બાદની મારી બે તોફાની ઈનિંગ ચાહકોની સોથી પ્રિય
IPL-11: આજે બેંગ્લોરમાં કોહલી અને ધોની આમને-સામને ટકરાશે
ભારતીય મેન્સ હોકી ટીમના ડચ કોચ મારિનેનું સ્થાન જોખમમાં
સ્ટુટગાર્ટ ઓપન : શારાપોવા પહેલી જ મેચમાં હારી
રજનીકાન્ત મેડિકલ ચેકઅપ માટે અમેરિકા જશે
દીપિકા પદુકોણ લંડનના મેગેઝિનના કવરેજ પર છવાઇ ગઇ
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
-
GUJARAT
-
NATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News