Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન ખાલેદા ઝિયાની ધરપકડ કરવા કોર્ટનો આદેશ

- ૨૦૧૫માં સરકાર વિરોધી આંદોલનમાં ટોળાને બસ પર બોમ્બ ફેકવા ઉશ્કેરવાનો કેસ

(પીટીઆઇ) ઢાકા, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

બાંગ્લાદેશની એક કોર્ટે ૨૦૧૫માં સરકાર વિરોધી ઝુંબશ દરમિયાન બસના એક ડ્રાઇવર પર બોમ્બથી કરેલા હુમલાના સંદર્ભમાં પૂર્વ વડા પ્રધાન ખાલેદા ઝિયાની ધરપકડનો ઓર્ડર જારી કર્યો હતો, એમ પોલીસે કહ્યું હતું.કોમિલ્લા જિલ્લા કોર્ટના જજ ઝૈનબ બેગમે આ કેસમાં પોલીસે કરેલી ચાર્જશીટને સ્વીકારીને ઝિયા સામે ધરપકડ વોરન્ટ જારી કર્યો હતો. ૭૨ વર્ષના બેગમ ઝિયાના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ (બીએનપી) ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો જે અવામી પાર્ટીના તત્વાધાન હેઠળ યોજાયેલી.

સંસદની બહાર  બીએનપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. ૨૦ અન્ય પક્ષો સાથે બીએનપી ૨૦૧૫માં ચૂંટણીની  પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વિરોધનો એલાન આપેલો અને દેશ વ્યાપી વાહનવ્યવહારને બંધ રાખવા ફરજ પાડી હતી. આંદોલન દરમિયાન  કોમિલા જિલ્લામાં ટોળાએ બસ પર બોમ્બ ફેંકતા આઠ મુસાફરો માર્યા ગયા હતા.

'પોલીસે ફાઇલ કરેલી ચાર્જશીટ સ્વીકાર્યા પછી જજે ધરપકડ વોરન્ટ જારી કર્યો હતો'એમ એક અધિકારીએ કહ્યું હતું. પૂર્વ વડા પ્રધાન સામે લાંચ અને ભ્રષ્ટાચારના અનેક કેસો ચાલે છે. ઉપરાંત ૧૯૭૧ના યુધ્ધમાં માર્યા ગયેલા સૈનિકો અને નાગરિકોના આંકડા ખોટા કહેવા બદલ તેમની સામે દેશદ્રોહનો કેસ પણ કરાયો હતો.પાકિસ્તાન સામેની નવ મહિના લાંબી લડતમાં આશરે સત્તાવાર રીતે ત્રણ લાખ લોકો માર્યા ગયા હતા. ઉપરાંત ત્રણ વર્ષ પહેંલા એક હિંસક દેખાવમાં ૧૨૫ લોકો માર્યા જતાં આવો જ કેસ તેમની સામે ચાલે છે.

Post Comments