Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીની સૈનિકોએ અરુણાચલમાં રોડ બનાવવા ૨૦૦ મીટર ઘુસણખોરી કરી હતી

- ચીની સૈનિકોને ભારતીય સૈન્યએ પરત ખસેડયા, રોડ બનાવવાના વાહનો જપ્ત કરી લીધા

- ડિસેમ્બરમાં દિલ્હીમાં શાંતિ મંત્રણા 'ચીનનું નાટક' સાબિત થઇ

અરુણાચલ પ્રદેશ અમારો જ ભાગ પણ અમે ઘુસણખોરી નથી કરી : ચીનનું નફ્ફટાઇ ભર્યું વર્તન

બેઇજિંગ, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

ભારત અને ચીન વચ્ચે દોકલામ વિવાદ હજુ પણ શાંત નથી પડયો ત્યારે એવા અહેવાલો છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી હતી. ગયા મહિને જ આશરે ૨૦૦ મિટર સુધી ચીની સૈનિકો ઘુસી આવ્યા હતા. આ વિસ્તારમાં ચીની સૈનિકો રોડ બનાવવા માગતા હતા, માટે રોડ બનાવવાની જે મોટી મશીનરીઓનો ઉપયોગ થાય છે તેને પણ સાથે લાવ્યા હતા. જોકે આ સૈનિકોને ભારતીય સૈન્યએ અંદર આવતાની સાથે જ અટકાવી દીધા હતા અને તેમની પાસે જે મશીનરી છે તેને પણ જપ્ત કરી લીધી હતી.
ગયા મહિને જ બન્ને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક મળી હતી.

આવી સ્થિતિમાં હવે એવા અહેવાલો બહાર આવી રહ્યા છે કે એક તરફ ચીન શાંતિની વાતો કરી રહ્યું છે જ્યારે બીજી તરફ આ જ નફફ્ટ ચીને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી હતી. બીજી તરફ આવી કોઇ જ ઘુસણખોરી થઇ હોવાનો સૈન્યના કેટલાક અધિકારીઓએ ઇનકાર કર્યો હતો પણ જે મીડિયા રિપોર્ટ બહાર આવી રહ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘુસણખોરી ડિસેમ્બર મહિનાના અંતે થઇ હતી. અને સ્થિતિ વધારે તંગ પણ હતી કેમ કે ચીની અને ભારતીય સૈન્ય સામ સામે આવી ગયા હતા. જોકે બાદમાં ચીની સૈનિકો પાસે જે રોડ બનાવવાના મોટા વાહનો હતા તેને ભારતીય જવાનોએ જપ્ત કરી લીધા હતા અને આ સૈનિકોને પરત ધકેલવામા સફળ રહ્યું હતું.

ચીને બીજી તરફ હંમેશની જેમ દાવો કર્યો હતો કે અરુણાચલ પ્રદેશ અમારા તિબેટનો જ ભાગ છે. જોકે અમારા કોઇ જ સૈનિકોએ અરુણાચલ પ્રદેશ કે અન્ય કોઇ જ સ્થળે ઘુસણખોરી નથી કરી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શૌંગે જણાવ્યું હતું કે સરહદની વાત છે ત્યાં સુધી અમારુ સ્ટેન્ડ બહુ જ ક્લિયર છે. અમે કોઇ દિવસ આવી ઘુસણખોરી નથી કરતા અને અરુણાચલમાં ઘુસણખોરી કરી હોવાના દાવા પણ જુઠા છે.

Post Comments