Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનની પોલીસ ટોળામાંથી ગુનેગારને પકડવા માટે હાઈટેક ચશ્માથી સજ્જ

- પોલીસ ડેટાબેઝ સાથે જોડાયેલ ચશ્મા ગુનેગારને ઓળખી જશે

- ચીનના હુનાત પ્રાંતના ઝેંગઝાઉ રેલવે સ્ટેશનેથી સાત ગુનેગારને પકડવામાં સફળતા મળી

બેજિંગ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

ચીનમાં રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ તૈનાત પોલીસમેનોને ફેસિયલ રેક્ગ્નીદાન ટેકનોલોજીવાળા આધુનિક ચશ્મા મળશે કે જેના દ્વારા ટોળામાંથી પણ ગુનેગારને તરત જ ઓળખી શકાશે. ચીનના શરૃ થનાર નવા વર્ષે રસ્તાઓ પર ભીડ વધી જાય છે. ઝેંગઝાઉ રેલવે સ્ટેશને આ ચશ્માથી સજ્જ પોલીસો તૈનાત કરાયા હતા. પોલીસ તેમની પાસેના ગુનેગારના ડેટાબેઝને અનુરૃપ શખ્સને તરત જ ઓળખી શકશે.

ગુગલ ગ્લાસીસ જેવા આ ચશ્મા પોલીસ ડેટાબેઝ સાથે જોડાયેલા રહે છે. દરેક પ્રવાસીનો ચહેરો પળવારમાં સ્કેન કરી ગુનેગારને અલગ તારવી દે છે. સ્થાનિક અહેવાલોમાં જણાવ્યા મુજબ આ ચશ્મા વડે ઝેંગઝાઉ રેલવે સ્ટેશનેથી સાત ગુનેગારો પકડાયા હતા. જેમાં માનવ તસ્કરી, હીટ એન્ડ રન કેસ વગેરેના ગુનેગારો હતા.

લોકોના વ્યક્તિગત અંગત ડેટાના સંગ્રહ મુદ્દે ગંભીર ચિંતાઓ હોવા છતાંય આ પ્રકારના ચશ્માનો ઉપયોગ વ્યાપકપણે કરવા આયોજન છે. ચીને તાજેતરમાં મહત્ત્વાકાંક્ષી આયોજન કર્યા છે. દેશભરના પોલીસ વિભાગો ફેસિયલ રેકગ્નીશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. શાંઘાઈમાં આ ચશ્માની મદદ તથા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા પણ પકડાય છે.

તાજેતરમાં ઉજવાયેલા બીયર ફેસ્ટીવલ દરમિયાન પણ આ ચશ્માની મદદથી સંખ્યાબંધ ગુનેગારો પકડાયા હતા. લોકોની સલામતી માટે ૨૦૧૫માં ચીની સરકારે કેમેરા નેટવર્ક મજબૂત બનાવાનું નક્કી કર્યું છે. ૨૦૨૦ સુધીમાં દેશના ૯૫ ટકા જાહેર સ્થળો સી.સી.ટી.વી.થી સજ્જ હશે. હાલમાં ચીનમાં ૧૭ કરોડ સીસીટીવી કેમેરા છે.

Post Comments