Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડોકલામ મુદ્દે પીછેહટ પછી કૈલાસ યાત્રા અંગે ચર્ચા કરવા પણ ચીન તૈયાર

- ચીન નાથુલા રૃટને ખોલવા અંગે વિચારે છે : યાત્રીઓની સુવિધાઓ વધારશે

નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

ડોકલામ વિવાદમાં પીછેહટ કર્યા પછી ભારત તરફના પોતાના વલણમાં સામ્યવાદી દેશે નરમ વલણ અપનાવ્યું હતું. ચીને આજે કહ્યું હતું કે કૈલાશ માનસરોવરની યાત્રા માટે ના થુલા રૃટને ખોલવા ચર્ચા કરવા તે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ડોકલામ વિવાદ પછી ચીને સિક્કીમ રૃટને બંધ કરી દીધો હતો. આ રૃટ માન સરોવર જવા માટે ઉત્તરાખંડના લિપુલેખની સરખામણીમાં વધારે સુવિધાજનક બતાવવામાં આવે છે. ખાસ મુદ્દો એ છે કે લિપુલેખ માર્ગ પર ડોકલામની કોઇ અસર નહીં પડે.

ચીનની વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે કહ્યું હતું ' ચીને યાત્રીઓની સુવિધાઓ વધારવા ખૂબ પ્રયાસો કર્યા હતા. આ રસ્તો ડોકલામમાં ભારતની 'ઘુસણખોરી' પછી બંધ કરી દેવાયો હતો. તેમણે કહ્યું હતું કે ચીન યાત્રાળુઓની સુવિધા વધારવા અંગે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે.ચીને સમજુતી કરી હતી કે તેઓ બ્રહ્મપુત્રાના હાઇડ્રોલોજીકલ ડેટા ભારત સાથે શેર કરશે પરંતુ કર્યું નહતું.  ગેંગે આ અંગે ચીનનો બચાવ કરતાં કહ્યું હતું કે ચીની સ્ટેશનમાં રિનોવેશન અને અપગ્રેડેશન ચાલતું  હોવાના કારણે શક્ય બન્યું નહતું.

ગેંગે કહ્યું હતું કે લાંબા સમય સુધી ભારતે યાત્રાળુઓની સુવિધા પુરી પાડવા ખૂબ પ્રયાસો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 'ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને ભારતીય વડા પ્રધાન મોદી વચ્ચે થયેલી સમજુતી મુજબ ચીન યાત્રાળુઓ માટે દરેક પ્રકારની સુવિધા વધારવા તૈયાર છે'. તેમણે કહ્યું હતું કે જો કે જૂનમાં ભારતીય જવાનોએ ખોટી રીતે સરહદ પાર કરીને સીમાભંગ કર્યું હતું પરિણામે બન્ને દેશો વચ્ચે તનાવની સ્થિતિ ઊભી થઇ હતી.

ડોકલામના કારણે પણ બન્ને દેશો વચ્ચે વિવાદ અને તંગ પરિસ્થિતિ ઊભી થઇ હતી. ૧૬મી જૂને ભારતના કેટલાક સૈનિકો ચીનના ડોકલામમાં ઘુસી ગયા હતા.

Post Comments