Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રદૂષણ અને ટ્રાફિક ઘટાડવાના હેતુથી ચીન પેટ્રોલ ડીઝલથી ચાલતી કારો પર પ્રતિબંધ મૂકશે

- દુનિયાના અનેક દેશો અને ભારત પર્યાવરણની માત્ર વાતો કરે છે

- 2020 સુધીમાં ઇલેક્ટ્રિક કારો માટે 12,000 ચાર્જિંગ સ્ટેશન ઉભા કરશે

(પીટીઆઇ) બેઇજિંગ, તા. 11 સપ્ટેમ્બર, 2017, સોમવાર

વિશ્વનું ટોચનું ઓટોમોબાઇલ બજાર ધરાવતું ચીન હવા પ્રદૂષણ ઘટાડવા અને ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા પેટ્રોલ અને ડીઝલ કાર પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ૨૦૨૦ સુધીમાં ચીનમાં ઇલેક્ટ્રીક કારો માટે ૧૨,૦૦૦ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે.

ચીનના ઉદ્યોગ અને આઇટીના નાયબ પ્રધાન શિન ગુઓબિને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કારોનું ઉત્પાદન તબક્કાવાર રીતે બંધ કરવા ચીને સંશોધન કરવાનું શરૃ કરી દીધું છે. જો કે તેમણે આ અંગે વિગતવાર માહિતી આપી ન હતી. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયને ઓટોમોબાઇલ સેક્ટરનું સ્વરૃપ બદલાઇ જશે. 

આ અગાઉ ફ્રાન્સ અને બ્રિટને પણ પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કારો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ચીન આ બંને દેશો દ્વારા લેવામાં આવેલા પગલાઓની પણ સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે બેઇજિંગ અને શાંઘાઇ જેવા ચીનના કેટલાક શહેરોમાં અગાઉથી જ પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કારોના ઉત્પાદન અને વેચાણ પર નિયંત્રણ મૂકી દેવામાં આવ્યા છે.

ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે વિવિધ દેશોએ કરેલી જાહેરાતના સંદર્ભમાં જ ચીન દ્વારા પણ આ જાહેરાત કરવામાં આવી છે.

આ અગાઉ જુલાઇમાં ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન નિકોલસ હુલોટે જાહેરાત કરી હતી કે ફ્રાન્સ ૨૦૪૦ સુધીમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ મૂકી દેશે.

આ જ મહિનામાં બ્રિટિશ સરકારે પણ જાહેરાત કરી હતી કે તે પણ ૨૦૪૦ સુધીમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કારો પર પ્રતિબંધ મૂકી દેશે. 

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ મોટર વેહિકલ મેન્યુફેકચર્સના જણાવ્યા અનુસાર ચીને ૨૦૧૬માં ૨.૮ કરોડ વાહનોનું વેચાણ થયું હતું. ગયા વર્ષે ચીનમાં ૫,૦૭,૦૦૦ ઇલેક્ટ્રીકલ કારોનું વેચાણ થયું હતું.

Post Comments