Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીને વન બેલ્ટ વન રોડની જાણકારી માટે બે નેવિગેશન ઉપગ્રહ છોડયા

- ઈસરોએ ૩૧ ઉપગ્રહો લોંચ કર્યા તે દિવસે જ ચીને પણ સેટેલાઈટ તરતા મૂક્યા

- વન બેલ્ટ વન રોડ સાથે સંકળાયેલા દેશોને ચીની નેવિગેશન ઉપગ્રહો દ્વારા પ્રોજેક્ટની માહિતી મળશે

(પીટીઆઈ) બેઈજિંગ, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

ભારતે જે દિવસે ૩૧ ઉપગ્રહો અવકાશમાં તરતાં મૂક્યાં, બરાબર એ જ દિવસે ચીને પણ બે નેવિગેશન ઉપગ્રહોનું સફળતાપૂર્વક લોચિંગ કર્યું હતું. આ બબ્બે ઉપગ્રહો વન બેલ્ટ વન રોડના ચીનના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટની અવકાશમાં રહીને જાણકારી આપશે.

ઈસરોએ એક સાથે ૩૧ ઉપગ્રહો અવકાશમાં તરતાં મૂક્યા એ જ દિવસે ચીને બે ઉપગ્રહો છોડયા હતા. ચીને માર્ચ-૩બી રોકેટની મદદથી શિચાંગ લોચિંગ કેન્દ્રથી વહેલી સવારે બેઈદોઉ સીરિઝના બે ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં તરતા મૂક્યા હતા. બંને દેશોના ઉપગ્રહ લોચિંગ વચ્ચે એકાદ બે કલાકનો જ ફરક હતો.

ચીને આ ઉપગ્રહો વન બેલ્ટ વન રોડની યોજના અંગે જાણકારી મેળવવા માટે લોંચ કર્યા છે. ઉપગ્રહો લોંચ કરનારા ચીફ ડિઝાઈનર યાંગ ચેંગફેંગે જણાવ્યું હતું કે આ ઉપગ્રહો વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દેશોને પ્રોજેક્ટ વિશે માહિતી આપશે.

પ્રોજેક્ટનું લાઈવ નેવિગેશન કરીને આ ઉપગ્રહો તેનો સમગ્ર ડેટા ચીનના શિચાંગ કેન્દ્ર સ્થિત લેબોરેટરીમાં મોકલશે.૨૦૧૮ સુધીમાં ચીન વન બેલ્ટ વન યોજના સાથે સંકળાયેલા દેશોને નેવિગેશન સેવાઓ આ ઉપગ્રહના માધ્યમથી આપશે તેવો સંકેત ચીનના વિજ્ઞાાનીઓએ આપ્યો હતો.

Post Comments