Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિકાગોઃ સીનિયર સીટીઝને ક્રિસમસ અને સંગીતપાર્ટી યોજી

-રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગેને પણ હાજરી આપી

-બોલીવૂડના સૂરે બીંગો ગેઇમ રમાઇ

શિકાગો, તા.8 જાન્યુઆરી 2018 સોમવાર
   
ભારતીય સીનિયર સીટીઝન ઓફ શિકાગોના સભ્યોએ કેરોલ સ્ટ્રીમ ટાઉનમાં આવેલ રાના રેગન કોમ્યુનીટી સેન્ટરમાં ડિસેમ્બર માસની ૨૫મી તારીખે બોલીવુડ ફીલ્મના સંગીતના સુરે બીંગો ગેઇમનું સુંદર આયોજન કર્યું હતું.

આ પ્રસંગે બોલીવુડની એક્ટ્રેસ અને ૨૦૧૨ના વર્ષની મીસ ઇન્ડિયાનો તાજ જેના શીરે મુકવામાં આવેલ તે મનસ્વીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે શિકાગોના જાણીતા બીઝનેસમેન શલભકુમાર તથા ટી.વી. એશીયા મીડ વેસ્ટ રીજીયનના પ્રતિનિધિ અને ઇલીનોઇ રાજ્યના આઠમી ડીસ્ટ્રીક્ટના કોંગ્રેસના રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગને પણ હાજરી આપી હતી.

સંસ્થાના પ્રમુખ હરિભાઇ પટેલે પોતાના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી ક્રિસમસ પર્વની ઉજવણી પ્રસંગે સૌને શુભકામના પાઠવી હતી. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી આપણે આ રાના રેગન કોમ્યુનીટી સેન્ટરમાં એકત્રીત આપણી વિવિધ પ્રકારની સીનીયરોને સ્પર્શતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ અને તેમાં તમો જે સહકાર આપો છો તે બદલ આપનો આભાર માનું છું. આવતા માર્ચ માસ દરમ્યાન આઠમી કોંગ્રેસનલ ડીસ્ટ્રીક્ટમાં રીપબ્લીકન પાર્ટી તરફથી ટી.વી. એશીયાના મીડીયા પ્રતિનિધિ વંદના જીંગન ચુંટણી લડી રહ્યા છે તો તેમને તમારો મત આપશો એવી અપેક્ષા રાખું છું.

આ પ્રસંગે કોંગ્રેસ વુમન તરીકે ચૂંટણી લડી રહેલા વંદના જીંગને પ્રાસંગીક પ્રવચન કરી પોતાને મત આપવા વિનંતી કરી હતી. આ વેળા શિકાગોના બીઝનેસમેન શલભ કુમારે પણ હાજરી આપી હતી અને તેમનો ૭૦મો જન્મદિન હોવાથી તેની પણ ઉજવણી કરવામાં આવી હતી.ક્રિસમસ પાર્ટીની ઉજવણી પ્રસંગે સૌ સીનિયર ભાઇ-બહેનો બોલીવૂડ ફિલ્મના સંગીતના સુરે ગરબે ઘુમ્યા હતા. અને શિકાગોના સંગીતના કલાકારો સની જાદવ તથા દક્ષ પટેલે બોલીવુડના ગીતો રજુ કરીને સૌના મન હરી લીધા હતા.

Post Comments