Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: બસ-ટ્રેનની જેમ ફ્લાઈટમાં પણ ભિખારી ઘુસી ગયો

- ચાલુ ફ્લાઈટે ભીખ માંગનારનો વિડીયો વાયરલ, જાણો શું છે મામલો

નવી દિલ્હી,તા.22.જુન, શુક્રવાર

ટ્રેન અને બસોમાં મુસાફરો પાસે ભિખ માંગનારા ભિખારોઓની કોઈ નવાઈ નથી હોતી પણ તમે કલ્પના કરી શકો છો કે ફ્લાઈટની અંદર મુસાફરો પાસે કોઈ ભીખ માંગે...

આવુ પણ બન્યુ છે..હાલમાં પ્લેનમા મુસાફરો પાસે જઈને ભિખ માંગી રહેલા ભિખારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે..આ વિડીયો ક્યાંનો છે તેને કોઈ સત્તાવાર સમર્થન તો નથી મળ્યુ પણ એવુ મનાઈ રહ્યુ છે.

આ વિડીયો કતારથી ઈરાન  જતી ફ્લાઈટમાં કોઈ મુસાફરે લીધો છે..જેમાં દેખાઈ રહ્યુ છે કે ફ્લાઈટમાં ઘુસેલો ભિખારી મુસાફરો પાસે ભિખ માંગી રહ્યો છે.કેટલાક લોકો તેની આ હરકત જોઈને ગભરાઈ જાય છે.

એ પછી બે ક્રુ મેમ્બર તેની પાસે આવીને તેને સમજાવે છે અને તેને બેસવાની સલાહ આપે છે.આ દરમિયાન એક વ્યક્તિ તેને પૈસા પણ આપતો નજરે પડે છે.ભિખારી તેને સમજાવનાર ક્રુ મેમ્બરને એક કાગળ પણ પકડાવે છે.

જોકે ફ્લાઈટમાં બેઠેલા મોટાભાગના લોકો તેની આ હરકત પર હસતા દેખાય છે.જોકે વિડીયો વાયરલ થયા બાદ ઘણાએ આ પાકિસ્તાનની ફ્લાઈડનો વિડીયો હોવાના મેસેજ વહેતા કર્યા હતા.જે બાદ પાકિસ્તાની એરલાઈને સ્પષ્ટતા કરવી પડી છે કે ભીખ માંગતો નાગરિક પાકિસ્તાની નહી પણ ઈરાની છે.

Post Comments